છેલ્લા 35 વર્ષથી અંબાજી જાય છે અનોખો ઘુઘરા વાળો સંઘ; 170થી વધુ લોકો છેક સુધી વગાડે છે ઘુઘરા

અંબાજી ખાતે એક અનોખો ઘુઘરા વાળો સંઘ પહોંચ્યો છે. મહેસાણાના વિજાપુર થી અંબાજી ખાતે પહોંચેલો આ સંઘ છેલ્લા 35 વર્ષથી ભાદરવી પૂનમના મહા મેળામાં પહોંચે છે. જેમાં 170 થી વધુ લોકો દર વર્ષે ઘૂઘરા વગાડતા વગાડતા આ સંઘમાં ચાલતા અંબાજી આવી પહોંચે છે.

છેલ્લા 35 વર્ષથી અંબાજી જાય છે અનોખો ઘુઘરા વાળો સંઘ; 170થી વધુ લોકો છેક સુધી વગાડે છે ઘુઘરા

અલકેશ રાવ/બનાસકાંઠા: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાઈ રહ્યો છે. ત્યારે આ મહામેળામાં માત્ર બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહારના પણ અનેક પદયાત્રીઓ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચી રહ્યા છે તો સાથે સાથે મોટી સંખ્યામાં માં અંબાના સંઘો પણ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે.

અંબાજી ખાતે એક અનોખો ઘુઘરા વાળો સંઘ પહોંચ્યો છે. મહેસાણાના વિજાપુર થી અંબાજી ખાતે પહોંચેલો આ સંઘ છેલ્લા 35 વર્ષથી ભાદરવી પૂનમના મહા મેળામાં પહોંચે છે. જેમાં 170 થી વધુ લોકો દર વર્ષે ઘૂઘરા વગાડતા વગાડતા આ સંઘમાં ચાલતા અંબાજી આવી પહોંચે છે. આ સંઘમાં માતાજીના ગરબાની સાથે સાથે ઘૂઘરાઓનો રણકાર સંભળાતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જાય છે. 

જોકે આ સંઘ આજે અંબાજી ખાતે પહોંચતા ભક્તિમય અંબાજીના વાતાવરણમાં ઘૂઘરાના રણકારે સમગ્ર વાતાવરણ અલોકીક બનાવી દીધું હતું. વિજાપુરથી 100 કિલોમીટરથી વધુનું અંતર કાપી અંબાજી પહોંચેલા આ સંઘમાં ભક્તોનું ઉત્સાહ એટલો છે કે કોઈપણ ભક્તના ચહેરા ઉપર સહેજ પણ થાક જોવા નથી મળી રહ્યો. જેની તેવો માતાજીની કૃપા ગણાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news