બનાસકાંઠાના આ ગામડામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત, નહીં તો થશે દંડ; ઉમદા વિચાર પાછળ છે એક દર્દનાક કહાની

Banaskantha Helmets mandatory: થરાદ તાલુકાના પાવડાસણ ગામમાં 20 દિવસ અગાઉ સાત બહેનોનો એકના એક ભાઈ શંકરભાઇ નામના યુવકનું અકસ્માતમાં મોત નીપજતા ગામ લોકો દ્વારા ભેગા મળીને અનોખો નિર્ણય કરવામાં આવ્યો.

બનાસકાંઠાના આ ગામડામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત, નહીં તો થશે દંડ; ઉમદા વિચાર પાછળ છે એક દર્દનાક કહાની

અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના પાવડાસણ ગામના લોકો દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી ગામમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. બાઇક પર હેલ્મેટ પહેર્યા વગર કોઈ વ્યક્તિ ગામમાં નીકળશે અથવા દૂધ મંડળીમાં દૂધ ભરવવા આવશે તો તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં દૂધની બરણી આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાવડાસણ ગામના. થરાદ તાલુકાના પાવડાસણ ગામમાં 20 દિવસ અગાઉ સાત બહેનોનો એકના એક ભાઈ શંકરભાઇ નામના યુવકનું અકસ્માતમાં મોત નીપજતા ગામ લોકો દ્વારા ભેગા મળીને અનોખો નિર્ણય કરવામાં આવ્યો, જે સમયે યુવકનું મોત નિપજ્યું હતું. તે સમયે યુવકને હેલ્મેટ પહેરલ નહોતું. આ બનાવ બાદ ગામના લોકોએ નિયમ બનાવ્યો કે ગામમાં બાઈક પર હેલ્મેટ વગર ફરવું નહીં અને ગામમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું. 

દૂધ મંડળીએ દૂધ ભરાવવા આવતા પશુપાલકો પણ હેલ્મેટ લઈને મંડળી પર આવે છે. પાવડાસણ ગામની અંદર આજથી ફરજિયાત હેલ્મેટનો નિયમ બનાવવામાં આવ્યો છે. આજે થરાદ પોલીસની હાજરીમાં ગામના યુવાનો દ્વારા ગામમાં હેલ્મેટ પહેરીને બાઈક સાથે રેલી યોજવામાં આવી હતી અને ગામની અંદર સંદેશ આપવામાં આવ્યો હતો કે આજથી હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યું છે અને જે લોકો ગામમાં હેલ્મેટ પહેર્યા વગર બાઈક પર નીકળશે તેમને ગામ લોકો દ્વારા 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 

આ 200 રૂપિયાના દંડની રકમ ગામની ગોગેશ્વર ગૌશાળાની અંદર વાપરવામાં આવશે. પાવડાસણ ગામની અંદર ગામ લોકો દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. તે જ રીતે અન્ય ગામો પણ પાવડાસણ ગામની જેમ હેલ્મેટ ફરજીયાત કરે તો અકસ્માતમાં લોકો જીવ જઇ રહ્યા છે તે લોકોના જીવ બચી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news