મુન્દ્રા જુના બંદર પર ચોખા ભરેલા જહાજમાં વિકરાળ આગ લાગતા દોડધામ! કરોડોનું જહાજ રાખ
તાજેતરમાં મુન્દ્રાના આગ લાગવાના કિસ્સાઓ વધ્યા છે તાજેતરમાંજ કન્ટેનર યાર્ડ સહિત 3 થી વધુ સ્થળ પર આગ લાગવાના બનાવો બન્યા હતા જેમાં ફાયર વિભાગની સુચકતાથી મોટી જાનહાની ટળી હતી.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા લોડીંગ વખતે આગ ફાટી નીકળતા જહાજ ખાખ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જામસલાયાનાં આદમ ભાઈ સંઘારની માલિકીનાં જહાજમાં 600 ટન ચોખામાં લોડીગ વખતે આ બનાવ બન્યો હતો. આ ઘટનાને પગલે ફાયર ફાઇટરે તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ આગ કાબૂમાં લીધી પરંતુ ચોખાનાં જથ્થા સાથે કરોડોની કિંમતનું લાકડાનું જહાજ રાખ થઈ ગયું હતું. હાલ તો આગ લાગવાના કારણ સહિતની વિગતો અંગે તપાસ શરૂ કરાઈ છે.
તાજેતરમાં મુન્દ્રાના આગ લાગવાના કિસ્સાઓ વધ્યા છે તાજેતરમાંજ કન્ટેનર યાર્ડ સહિત 3 થી વધુ સ્થળ પર આગ લાગવાના બનાવો બન્યા હતા જેમાં ફાયર વિભાગની સુચકતાથી મોટી જાનહાની ટળી હતી ત્યારે આજે વધુ એક આગનો બનાવ બન્યો છે. મુન્દ્રા જુના બંદર પર આ આગનો બનાવ બન્યો હતો. જેમાં ચોખા લોડીંગ માટે આવેલા જહાજ પર વિકરાળ આગ લાગી હતી.
જહાજમાં 600 ટન ચોખાનુ લોડીંગ કરવાનુ હતુ અને મોટાભાગનુ લોડીંગ થયુ ત્યારે જ આગ લાગી જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ અદાણીના બે તથા અન્ય ખાનગી કંપની સહિત 3 ફાયર ફાઇટર ધટના સ્થળ પર પહોચ્યા છે. અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત કરી રહ્યા છે. જો કે આગને પગલે જહાજમા મોટુ નુકશાન થયુ છે. કરોડો રૂપીયાના જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ આ જહાજ આમદભાઇ સંધારનુ હોવાનુ સામે આવ્યુ છે. અને જામસલાયા રજીસ્ટર થયેલુ આ જહાજ છે. મુન્દ્રા જુના બંદરનુ સંચાલન કરતા વિભાગ તથા પોલીસ સહિતને આ આગ અંગે જાણ થતા તેઓ ધટના સ્થળે દોડી ગયા છે.જો કે ફાયર વિભાગના પ્રયત્નોથી મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે