સુરતમાં પશ્મીના શાલ વેચતો કાશ્મીરી દિવ્યાંગ દુનિયા માટે છે પ્રેરણારૂપ, તેની કલાને જોઈ લોકો આશ્ચર્યમાં...

30 વર્ષીય ફારૂક અહેમદ મૂળ કાશ્મીરના રહેવાસી છે. સુરત દિવ્ય કળા મેળા માં તેમની કલાને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લોકો વિશ્વાસ નથી કરી રહ્યા કે વ્હીલચેર પર બેસેલા યુવાન સુંદર પશ્મીના શોલ પોતાની હાથથી બનાવે છે.

સુરતમાં પશ્મીના શાલ વેચતો કાશ્મીરી દિવ્યાંગ દુનિયા માટે છે પ્રેરણારૂપ, તેની કલાને જોઈ લોકો આશ્ચર્યમાં...

Divya Kala Mela: સુરત શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 વધુ દિવ્યાંગ ઇન્ટરપ્રિનર્સ પોતાના હુન્નરને લઈ હાજર છે. ત્યારે તેમાંથી એક જમ્મુ કશ્મીરના દિવ્યાંગ ઇન્ટરપ્રીનાર ફારુક અહેમદ લોકો માટે પ્રેરણાના સ્ત્રોત છે. જન્મથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી અને ત્યારબાદ ધોરણ સાતમાં ભણતી વખતે ટ્રક સાથે થયેલ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર પછી તેઓએ ભણવાનું છોડી દીધું હતું અને આજે પરંપરાગત પશ્મીના શોલ લાવીને આત્મનિર્ભર બની ગયા છે. 

30 વર્ષીય ફારૂક અહેમદ મૂળ કાશ્મીરના રહેવાસી છે. સુરત દિવ્ય કળા મેળા માં તેમની કલાને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લોકો વિશ્વાસ નથી કરી રહ્યા કે વ્હીલચેર પર બેસેલા યુવાન સુંદર પશ્મીના શોલ પોતાની હાથથી બનાવે છે. ફારૂક જન્મથી જ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ડિસઓર્ડર થી ગ્રસ્ત હતા ને વ્યક્તિનો મસલ્સ નબળો હોય છે. આવી પરિસ્થિતિમાં પણ ફારૂક સામાન્ય બાળકોની જેમ શાળામાં ભણવા જતો હતો. જ્યારે તે ધોરણ સાતમાં હતો ત્યારે શાળાથી આવતી વખતે ટ્રક સાથે અકસ્માત નડતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને ત્યારથી જ તેને ભણવાનું છોડી દીધું હતું. 

વ્હીલચેર પર બેસીને તેને પોતાના પિતા પાસેથી પરંપરાગત પશ્મીના શોલ બનાવવાનું શીખ્યુ. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી બેન્ક થી લોન લઈ તેને પોતાનું વેપાર શરૂ કર્યું અને આજે દેશભરમાં જ્યાં પણ એક્ઝિબિશન હોય છે ત્યાં જઈને પોતાનું હુન્નર તે બતાવે છે અને લોકો તેમની શોલને પસંદ પણ કરી રહ્યા છે.કશ્મીરની પ્રખ્યાત પશ્મીના શોલ હાથથી તૈયાર કરે છે. નાનપણથી જ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી હતી. આ વચ્ચે જ્યારે તેઓ ધોરણ સાતમાં અભ્યાસ કરતા હતા ત્યારે શાળાથી આવતી વખતે ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો. જેથી તેઓએ ભણવાનું છોડી દીધું હતું. 

પિતા સોલ બનાવતા હતા અને તે શીખીને પોતાના હાથથી સોલ બનાવવાની શરૂઆત કરી. સોલ બનાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને દેશમાં આયોજિત એક્ઝિબિશનમાં પોતાના હાથથી તૈયાર કરેલા સૉલનું વેચાણ પણ કરે છે.તેઓએ જ્યારે શરૂઆત કરી ત્યારે આર્થિક સમસ્યા હતી. બેંક થી 50000 રૂપિયાની લોન લીધી હતી. સબસીડી પણ મળી હતી. અને તેઓએ લોન પણ પૂરી કરી દીધી છે. 

હાલ તેઓ પોતાની રીતે કામ કરી રહ્યા છે અને દેશભરમાં જ્યાં પણ એક્ઝિબિશન લાગે છે ત્યાં જાય છે અને લોકો તેઓની આ કલા ને પસંદ પણ કરે છે. મહિનામાં તેઓ એક થી બે સોલ બનાવે છે કારણકે આ ખૂબ જ બારીક કામ હોય છે. મહિનામાં બે નાની સોલ તૈયાર થઈ જાય છે જો મોટુ સાલ બનાવવાનું હોય તો છ મહિનાથી લઈ એક વર્ષ લાગે છે. દેશભરના લોકો આ કામને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news