લંડન: ભાગેડુ વિજય માલ્યા ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો, કહ્યું-મેચ જોવા આવ્યો છું

લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્લ્ડ કપ 2019ની આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચને જોવા માટે ભારતીય બેંકોના કરોડો રૂપિયા ચાઉ કરીને ભાગી ગયેલો ભાગેડુ ઊદ્યોગપતિ વિજય માલ્યા પણ પહોંચ્યો છે.

લંડન: ભાગેડુ વિજય માલ્યા ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો, કહ્યું-મેચ જોવા આવ્યો છું

નવી દિલ્હી: લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્લ્ડ કપ 2019ની આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચને જોવા માટે ભારતીય બેંકોના કરોડો રૂપિયા ચાઉ કરીને ભાગી ગયેલો ભાગેડુ ઊદ્યોગપતિ વિજય માલ્યા પણ પહોંચ્યો છે. લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આ મેચને જોવા માટે પહોંચેલા વિજય માલ્યાએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે, 'હું અહીં મેચ જોવા માટે આવ્યો છું.'

— ANI (@ANI) June 9, 2019

અત્રે જણાવવાનું કે ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યા હાલ લંડનમાં છે અને તેને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. બેંકો સાથે 9000 કરોડ રૂપિયાની ઉચાપણ મામલે માલ્યા વિરુદ્ધ ઈડી અને સીબીઆઈ તપાસ કરી રહી છે. 

જુઓ LIVE TV

આઈસીસી વર્લ્ડ કપની 14મી મેચ ઓવલના કેનિંગ્ટન મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ  કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું છે. ટીમ ઈન્ડિયા પોતાની જીતના ક્રમને જાળવી રાખવા પૂરેપૂરી કોશિશમાં છે. ભારતે દક્ષિણ આફ્રિકાને લગભગ એકતરફી અંદાજમાં હાર આપી હતી. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા પોતાની ગત મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news