પ્યાર કે લિયે કુછ ભી કરેગા! જેતપુરનો હિન્દુ યુવાન ધર્મ પરિવર્તન કરીને સુન્નત કરાવવા ગયો, અને....
બાંગ્લાદેશની મુશ્લિમ યુવતી સાથે આશીષે તેની સાથે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દૂ ધર્મ છોડીને મુશ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના જેતપુરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક હિન્દૂ યુવક બાંગ્લાદેશી મુશ્લિમ યુવતી માટે ધર્મપરિવર્તન કરવા તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ અને સમગ્ર મામલો જેતપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
પહેલા હું પથ્થરની પૂજા કરતો પણ એ તો આપણે બનાવીએ છીએ એ શું આપણી રક્ષા કરશે, કહી બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી માટે ધર્મપરિવર્તન કરવા તૈયાર થઈ ગયો રાજકોટનો હિન્દૂ યુવક#Rajkot #Gujarat #Religiousconversion #conversion #zee24kalakoriginalvideo pic.twitter.com/pG3bhfKGCM
— Zee 24 Kalak (@Zee24Kalak) July 6, 2023
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતો 22 વર્ષયી હિન્દૂ બાવાજી યુવક આશિષ ગોસ્વામીને બાંગ્લાદેશની મુશ્લિમ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખાણ થઈ હતી. બાંગ્લાદેશની મુશ્લિમ યુવતી સાથે આશીષે તેની સાથે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દૂ ધર્મ છોડીને મુશ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે.
પિતાએ આરોપ લગાવ્યો છે કે, યુવક યુવતી સાથે લગ્ન કરવા તૈયાર છે, યુવક આખો દિવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો, જ્યાં તે રોજ પાંચ સમયની નમાજ અદા કરે છે. બાંગ્લાદેશી મુશ્લિમ યુવતીએ હિન્દૂ યુવક આશિષ ગોસ્વામીનું બ્રેઇન વોશ કરતા તેણે ધર્મ પરિવર્તન અને લગ્ન કરવાની તૈયારી કરી લીધી હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે, જેનાં માટે તેણે પોતાનું નામ બદલીને શેખ મોહમ્મદ અલી સમીર કરી નાખ્યું છે. સમગ્ર ઘટના અને મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હિન્દૂ યુવક આશિષ સરકારી હોસ્પિટલમાં સુન્નત કરાવવા માટે ગયો. યુવક યુવતી સાથે નિકાહ કરવા તૈયાર છે.
આશિષના માતાપિતાને સમગ્ર વાતની જાણ હતી પરંતુ તેમનો પુત્ર ઘરેથી ભાગી જશે અથવા કોઈ પગલું ભરસે તેના માટે ચિંતિત હતા, ત્યારે આજે યુવક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સુન્નત માટે ગયો હતો અને તેઓ તાત્કાલિક યુવક આશિષ પાસે ગયા હતા અને તેને સમજાવવું પ્રયાસ શરૂ કર્યા હતા. સાથે વિશ્વ હિન્દુ પરિષદ પણ સામેલ થઈ હતી અને આશિષને સમજાવવા પ્રયાસ શરૂ કર્યા અને સમગ્ર મામલો જેતપુર પોલીસ સ્ટેશનમાં ગયો છે. જ્યાં તમામ હિન્દૂ આગેવાનો દ્વારા અશિષનો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા પણ સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે