લાલ-સફેદ ચંદનની ખેતી કરી ગઢડાના આ ખેડૂત કમાય છે લાખો, પાકના રક્ષણ માટે લગાડ્યા CCTV
ગુજરાતમાં અને એમાં પણ બોટાદ જોવા નાના જિલ્લાના નાના એવા રાણિયાણા ગામે ખેડૂતએ 15 વિધામાં ચંદનના છોડ લગાડ્યા, બોટાદના રાણીયાણા ગામના એક ખેડૂતોએ 15 વીઘા જમીનમાં ચંદનની ખેતી કરી છે.
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડા તાલુકાના રણિયાળા ગામનાં ખેડૂતે લાલ અને સફેદ ચંદનની ખેતી કરી છે. આ પાક આશરે 15 વર્ષે તૈયાર થઇ જાય છે. ખેતીનાં રક્ષણ માટે CCTV કેમેરા મુક્યાં છે. રણિયાળાનાં ખેડૂત વશરામભાઇ વિરાણીની ઉંમર 58 વર્ષ છે અને છ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. વશરામભાઇએ ચંદનનું વાવેતર કર્યું અને ધીરજ સાથે જરૂરી માવજતથી સફળતા મેળવી.
ગુજરાતમાં અને એમાં પણ બોટાદ જોવા નાના જિલ્લાના નાના એવા રાણિયાણા ગામે ખેડૂતએ 15 વિધામાં ચંદનના છોડ લગાડ્યા, બોટાદના રાણીયાણા ગામના એક ખેડૂતોએ 15 વીઘા જમીનમાં ચંદનની ખેતી કરી છે. જેની પ્રેરણાથી ગામના અન્ય ખેડૂતોએ પણ ચંદનની ખેતીનો પ્રારંભ કર્યો છે. હાલ રાણીયાણા ગામે અંદાજે 65 વિધામાં ચંદન કરવામાં આવ્યું છે.
ચંદનની ખેતી છે તો લાંબા ગાળાની જે ખેતી સમાન્ય અને નાના ખેડૂતોને કરવી પોસાઈ નહી પણ જો સાથે જો ખેડૂત પ્રગતિ અને નવું કરવાનું વિચારે તો બધું જ શક્ય છે. જે રાણીયાણા ગામના વશરામભાઈએ કરી બતાવ્યું, બોટાદના ગઢડાના રણિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત વશરામભાઈ વિરાણી જે પોતે ધોરણ 6 સુધી અભ્યાસ કર્યો છે. અને પોતાના પારિવારિક વ્યવસાય ખેતી માટે તેને નવી દિશામાં પ્રગતિ કરી છે. છેલ્લા 8 વર્ષથી ચંદનની ખેતી સાથે જોડાયેલા છે. વશરામભાઈ વિરાણી દ્વારા જણાવવામાં આવ્યું કે ખેતરમાં કુલ 15 વીઘામાં લાલ અને સફેદ ચંદનનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ ચંદનની ખેતીમાં અન્ય કોઈપણ પ્રકારનો ખર્ચો કરવામાં આવતો નથી. તેમજ ઉનાળાની ઋતુમાં માત્ર પિયત કરવાની જરૂર પડે છે. આ ચંદનનું ઉત્પાદન મેળવવા આશરે 15 વર્ષ જેટલો સમય લાગે છે. ચંદનનું વાવેતર કઈ રીતે કરવું તે બાબતે વશરામભાઈ વિરાણી દ્વારા જણાવવામાં આવ્યું કે ચંદનના રોપા વચ્ચે આશરે 15×15 જેટલું અંતર રાખી તેનું વાવેતર કરવામાં આવે તો ચોક્કસથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. અને સારો પાક આવે છે.
વશરામભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે લાલ અને સફેદ ચંદનની ખેતીમાં ખૂબ જ ઓછો ખર્ચ થવા પામે છે. જેમાં ખાસ કરીને માત્ર ઉનાળાની ઋતુમાં જ ચંદનના વાવેતરનું કાળજી રાખવાની હોય છે, જેમાં સમયાંતરે પીયત કરવાનું હોય છે. જ્યારે અન્ય કોઈપણ પ્રકારનો દવાનો કે રાસાયણિક ખાતરનો ખર્ચો રહેતો નથી અને માત્ર ઓર્ગેનિક ખાતર નો સમયાંતરે છટકાવ કરવામાં આવે છે. તેથી આ ખેતીમાં અન્ય કોઈ ખર્ચનો બોજો ખેડૂત પર પડતો નથી. તેમજ કોઈપણ પ્રકારનો મજુરી ખર્ચ ખેડૂતને થતો નથી.
ચંદનની ખેતીમાં કમાણી વિષે પ્રગતિશીલ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે આશરે 15 વર્ષથી પણ વધુ સમય બાદ ચંદનનું સારુ ઉત્પાદન થાય છે અને ત્યારબાદ ખેડૂતને આ પાકનું વેચાણ કરી મહત્તમ નફા યુક્ત કમાણી કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે