એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર દર મહિને 70 હજાર રૂપિયા કમાય છે આ ખેડૂત
કોઇ પણ રાસાયણીક ખાતર કે દવાઓના છંટકાવ વગર શાકભાજી ઉગાડીને મહિને 70 હજાર રૂપિયા જેટલી કમાણ કરે છે વિક્રમભાઇ
Trending Photos
મિતેશ માળી/વડોદરા : કરજણ તાલુકા વિસ્તારમાં આવેલ બાવડિયા ગામે એક ખેડૂત જીરો બજેટ ખેતી કરી પાકમાં ખૂબ નફો કમાય છે. માત્ર ચાર વીઘાના ખેતરમાં દર મહિને 50 હજાર ઉપરનો નફો કરે છે તે પણ એક ગાયની મદદથી. ગાયનું છાણ અને ગૌમુત્રનો જ ખાતર તરીકે ઉપયોગ કરે છે. તેઓ કોઇ પણ અન્ય ફર્ટિલાઇઝર્સ કે રાસણાયણીક ખાતર વાપરતા નથી. માત્ર ગૌમુત્ર અને છાણમાંથી બનેલા ખાતરનો જ ઉપયોગ કરે છે.
ખેતી અને તે પણ એક રૂપિયાના રોકાણ કર્યા વગર લાખોની કમાણી કરે છે આ ખેડૂત. પ્રાથમિક દ્રષ્ટિએ આ વાત બપોરના ગપ્પા લાગે. જો કે કરજણના બાવડિયા ગામે રહેતા વિક્રમ ભાઈ આ બાબતને સિદ્ધ કરી ચુક્યા છે. વ્યવસાયે ખેડૂત એવા વિક્રમભાઇ અનોખી ખેતી કરે છે. તેઓએ ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીની પધ્ધતિ અપનાવી છે. આ પધ્ધતિ સુભાષ પાલેકરની દેન છે. વર્ષોના સંશોધન બાદ તેઓએ આ પધ્ધતિ વિકસાવી છે. જેમાં તેઓ માત્ર દેશી ગાય અથવા કાંકરેજ ગાયથી પિયત અથવા બિનપિયત 4 વિઘા જમીનમાં એકપણ રૂપિયાના ખર્ચ વગર ખેતી કરી શકાય છે તેવો દાવો કરી રહ્યા છે. આ દાવો અક્ષરસઃ સાચો પણ છે.
વિક્રમ ભાઈ માત્ર પોતાના ખેતરમાં એક ગાય રાખેલી છે જે ગાયના છાણ અને ગૌમૂત્રનું ખાતર બનાવી પોતાના ખેતરમાં છંટકાવ કરે છે. પોતાના ખેતરમાં તમામ પ્રકારની શાકભાજી અને અનાજ પણ પકવે છે. જેમાં ડુંગળી, કારેલા, પરવર, રીંગણ, ટામેટાં જેવી અનેક શાકભાજી ઉગાડે છે.વિક્રમ ભાઈના જણાવ્યા અનુસાર પોતાની ખેતીમાં દર મહિને 70 હજાર જેટલી કમાણી કરે છે. જો કે સૌથી આશ્ચર્ય કહી શકાય કે આ 70 હજારની કમાણી પાછળ રોકાણ 0 છે. બીજી સૌથી મહત્વની વાત છેકે કોઇ પ્રકારની રાસાયણીક દવા કે ખાતરનો ઉપયોગ નહી કરવા છતા પણ તેમની શાકભાજીમાં કોઇ જીવાત કે રોગ લાગતો નથી. આ ઉપરાંત કોઇ આડઅસર પણ નથી. સામાન્ય રીતે જેટલું થવું જોઇએ તેટલું જ ઉત્પાદન થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે