કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોત
Swine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
Trending Photos
Pandemic Alert : ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક આપી છે, અને બીજી તરફ મોતના સિલસિલા શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ ફરી માથું ઉંચક્યું છે. ગુજરાતના શહેરોમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, જેને કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યાં છે. ગુરજાતમાં સ્વાઈન ફ્લૂથી બે મહિનામાં 22 દર્દીઓના મૃત્યુ થયા છે.
સ્વાઈન ફ્લૂથી મોતમાં ગુજરાત બીજા ક્રમે
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના નવા 386 કેસ નોંધાયા છે. જેની સામે કુલ 22 દર્દીઓના બે મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે. સ્વાઈન ફ્લૂથી મોતના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યું છે. આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સ્વાઈન ફ્લૂના 1682 કેસ, 55 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ વર્ષે કોરોના કરતા સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યાં છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, અન્ય કોઈ બિમારી હોય તેવા લોકોને જલ્દીથી સ્વાઈન ફ્લૂનો ચેપ લાગી રહ્યો છે.
રાજકોટમાં રોગચાળો ફાટ્યો
રાજકોટમાં શિયાળો આવ્યો છતાં રોગચાળામાં ઘટાડો જોવા મળી નથી રહ્યો. ઝાડા, ઉલટી, તાવ શરદી, ઉધરસના શહેરમાં આઠ દિવસમાં અઢી હજાર જેટલા કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયાના 11 કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરોનો પણ ઉપદ્રવ સતત જોવા મળ્યો છે, જેના કારણે પણ રોગચાળો જોવા મળે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને મનપા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની લાઈનો લાગી છે.
સુરતમાં મહામારી જેવી સ્થિતિ
ગુજરાતના સુરત શહેરમાં મહામારી જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં તાવ અને ડેન્ગ્યુથી બાળક સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે. પાંડેસરાની રીતુ શર્મા અને પ્રિયાસુનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. તો અમરોલીના સુલેહ ઈંદ્રિસ અને અજય સોલકીનું તાવમાં મોત નિપજ્યું છે. આ કારણે સુરતનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામા આવી છે. 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવીને 400 ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જ્યાં જરૂર પડે તો મેડીકલ ટીમ મોકલવામાં આવશે.
આવી રીતે ફેલાય છે
સ્વાઈન ફ્લૂનું સંક્રમણ વ્યક્તિને સ્વાઈન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે. આ રોગથી પ્રભાવિત વ્યક્તિને સ્પર્શ કરવું, તેને હાથ લગાવવું, તેના છીંકવા, ખાંસવા કે પીડિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સ્વાઈન ફ્લૂથી અન્ય વ્યક્તિ ગ્રસ્ત થાય છે. ખાંસવા, છીંકવા કે આમને-સામને નિકટથી વાતચીત કરતા સમયે રોગીથી સ્વાઈન ફ્લૂના વાયરસ બીજા વ્યક્તિના શ્વાસમાં પ્રવેશે છે. અનેક લોકોમાં આ સંક્રમણ બીમારીનું રૂપ નથી લેતી, અથવા અનેકવાર શરદી, ખાંસી અને ગળામાં ખારાશ સુધી સીમિત રહે છે.
આ લોકોને છે વધુ ખતરો
- એવા લોકો જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે, જેમ કે વૃદ્ધો, બાળકો, ડાયાબિટીસ કે એચઆઈવીથી ગ્રસ્ત લોકો
- દમ અને બ્રોન્કાઈટીસના દર્દીઓ
- નશો કરનાર વ્યક્તિ
- કુપોષણ, એનીમિયા કે અન્ય ક્રોનિક બીમારીઓથી પ્રભાવિત લોકો
- ગર્ભવતી મહિલાઓ તેની ઝપેટમાં જલ્દી આવે છે. આવી મહિલાઓમાં ચેપથી મૃત્યુ સુધી પણ પહોંચે છે.
સ્વાઈન ફ્લૂના લક્ષણો
તાવ આવવો, ખાંસી આવવી, ગળામાં તકલીફ થવી, શરીરમાં દર્દ થવું, માથુ દર્દ અને કમકમાટી અનુભવાવી, નબળાઈ લાગવી, કેટલાક લોકોને ઉલટી પણ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે