વડોદરાની અરેરાટીભરી ઘટના: મહીસાગરના કોતરમાંથી પુરુષની ઉંધા મોઢે દાટી દીધેલી લાશ મળતા ખળભળાટ

પાદરાના મુજપુરના દરિયાપુરાના મહીસાગર કોતર વિસ્તારમાંથી હત્યા કરીને પુરુષને માટીમા દાટી દીધેલ લાશ મળી હતી. તીક્ષ્ણ હથિયારથી માથાના ભાગે ઇજાઓ થયેલ લાશ મળતા પાદરા પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

વડોદરાની અરેરાટીભરી ઘટના: મહીસાગરના કોતરમાંથી પુરુષની ઉંધા મોઢે દાટી દીધેલી લાશ મળતા ખળભળાટ

મિતેશ માલી/વડોદરા: પાદરાના મુજપુરના દરિયાપુરાના મહીસાગર કોતર વિસ્તારમાંથી હત્યા કરીને પુરુષને માટીમાં દાટી દીધેલ લાશ મળી હતી. તીક્ષ્ણ હથિયારથી માથાના ભાગે ઇજાઓ થયેલ લાશ મળતા પાદરા પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પાદરાના મુજપુરના દરિયાપુરા વિસ્તારના મહીસાગર કોતર વિસ્તારમાં હત્યા કરેલા મુજપુરના સરકારી દવાખાના નજીકમાં રહેતા ગેમલસિંહ પરમારના માથાના ભાગે તિષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાયેલી લાશ મળતા પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મુજપુરના ગેલમસિંહ પરમાર ગઈકાલથી ઘરેથી ગુમ હતા અને આજે દરિયાપુરા વિસ્તારમાંના કોતરમાંથી લાશને માથેથી ઉંઘી માટીમાં દાટેલી લાશ મળી હતી. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ મૃતદેહને બહાર કાઢી પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અજાણ્યા હત્યારો એ ગેમલસિંહના માથાના ભાગે તિષણ હથિયારથી હત્યા કરીને માટી મા ઉધા મોઢે દાટી દીધી હતી. ચકચારીત ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ વિભાગની વિવિધ એજન્સીઓમાં વડોદરા ગ્રામ્ય LCB પોલીસ અને વડું પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પાદરા પોલીસ દ્વારા મૃતદેહને પાદરાની સરકારી દવખાને પોસ્ટમોર્ટમ અથે મોકલી આપ્યો હતો.

સમગ્ર બાબતે હત્યા કોને કરી હત્યા કરવાનું કારણ તે અંગે પોલીસ દસર તપાસ શરૂ કરાઇ હતી. પરંતુ પાદરા તાલુકામાં બની રહેલા હત્યાના બનાવોને લઇ પોલીસની પણ ઊંઘ હરામ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news