'ટેલીગ્રામ' પર થયો પ્રેમ, પરિવારજનોએ લગ્નની ના પાડી તો યુવતીએ બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ
ઉત્તર પ્રદેશ પોલીસ પ્રમાણે 24 વર્ષની એક યુવતીએ પોતાના એપાર્ટમેન્ટના બીજા માળેથી છલાંગ લગાવી છે, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના નોઇડાના સેક્ટર 121માં અજનારા હોમ્સ સોસાયટીમાં બની છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેલીગ્રામ એપ પર એકબીજાના સંપર્કમાં આવ્યા, મિત્રતા થઈ અને પછી વાત વાતમાં પ્રેમ થઈ ગયો. પરંતુ આ પહેલા બંને જીવનભર માટે લગ્નના બંધનમાં બંધાઈ જાત, યુવતીએ બિલ્ડિંગમાંથી છલાંગ લગાવી દીધી. પોલીસ પ્રમાણે યુવતીના પરિવારજનો આ યુવક સાથે લગ્ન કરવાની વિરુદ્ધ હતા.
ઉત્તર પ્રદેશ પોલીસ પ્રમાણે 24 વર્ષની એક યુવતીએ પોતાના એપાર્ટમેન્ટના બીજા ફ્લોરથી છલાંગ લગાવી દીધી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના નોઇડાના સેક્ટર 121માં અજનારા હોમ્સ સોસાયટીમાં થઈ.
હકીકતમાં તે એક યુવકને પ્રેમ કરતી હતી, જેની સાથે મુલાકા સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. યુવતી એમબીએનો અભ્યાસ કરી રહી હતી. તે મેસેજિંગ એપ ટેલીગ્રામનો ઉપયોગ કરતી હતી. આ દરમિયાન તેની એક યુવક સાથે દોસ્તી થઈ હતી.
એમબીએનો અભ્યાસ કરી રહેલા યુવતીને યુવક સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે તેની સાથે જીવન પસાર કરવાનું વિચારવા લાગી. બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધુ હતું. યુવતી જે યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી તેની ઉંમર 23 વર્ષ છે અને તે પશ્ચિમી ઉત્તર પ્રદેશના બદાંયૂ જિલ્લાનો રહેવાસી છે.
બંનેની દોસ્તી અને પ્રેમ સંબંધ વિશે જ્યારે પરિવારના લોકોને માહિતી મળી તો તેના સંબંધનો વિરોધ કર્યો હતો. યુવતીએ લગ્ન માટે જીદ કરી તો પરિવારે વિરોધ કર્યો અને કહ્યું કે તે આ સંબંધથી સહમત નથી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવતીના પરિવારજનોએ તેનો ફોન છીનવી લીધો હતો. આ કારણે યુવતી ગુસ્સે થઈ અને બીજા માળેથી છલાંગ લગાવી દીધી. પરિવારે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાવી છે. તેને ઈજા પહોંચી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે