જેતપુરમાં મેળામાં ઘૂસી ગયો આખલો, ઘણા લોકોને ઉલાળ્યા, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો

રાજ્યમાં રખડતા ઢોર લોકો માટે સતત મુશ્કેલી બની રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. તેવામાં શનિવારે મેળામાં ઘૂસી ગયેલા એક આખલાએ આતંક મચાવતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી. 
 

જેતપુરમાં મેળામાં ઘૂસી ગયો આખલો, ઘણા લોકોને ઉલાળ્યા, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માત થઈ રહ્યાં છે અને લોકોના મોત થઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલા તિરંગા યાત્રા દરમિયાન કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ એક ગાયે પછાડી દીધા હતા. તો હવે જેતપુરમાં ચાલી રહેલા જન્માષ્ટમીના મેળામાં એક આખલો ઘૂસી જતાં નાસભાગ મચી હતી. અચાનક આખલો આવતા લોકોએ બૂમાબૂમ કરી હતી. જેથી આખલો વધુ ભૂરાયો થયો હતો. 

અનેક લોકોને અડફેટે લીધા
જેતપુરમાં ચાલી રહેલા જન્માષ્ટમીના મેળા દરમિયાન શનિવારે રાત્રે આખલો ઘૂસી ગયો હતો. બેકાબૂ બનેલા આખલાએ ઘણા લોકોને શીંગડે ચડાવી પછાડ્યા હતા. અચાનક આખલો આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મેળામાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

નોંધનીય છે કે જેતપુરમાં જન્માષ્ટમીના તહેવાર પર મેળાનું આયોજન કરાયું છે. પરંતુ મેળાના મેદાનમાં પણ કોઈ સુરક્ષા ન હોવાથી આખલો અંદર ઘૂસી ગયો હતો. શનિવારે મેળામાં આખલાએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેતપુર નગરપાલિકાએ આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

મેળામાં અચાનક આવેલા આખલાને શાંત કરવા માટે લોકોએ તેને બહાર કાઢવા માટે પાણી છાંડ્યું હતું. આખલાને કારણે મેળામાં નાસભાગ જોવા મળી હતી. આખલાએ મેળામાં રહેલા સ્ટોલને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તો લોકોને અડફેટે લીધા હતા. બેરિકેડને પણ શીંગડા મારી આળખો ધમપછાડા કરે છે. આખલાને જોતા મેળામાં રહેલા બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news