ડમીકાંડમાં મોટા નેતાઓના નામ અંગે પોલીસની સ્પષ્ટતા, 'પૂછપરછમાં યુવરાજસિંહે કોઈ નેતાનું નામ ન આપ્યું, કોઈ પુરાવા નથી'
યુવરાજસિંહને કોર્ટમાં હાજર કર્યા બાદ ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે ફરી પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું હતું કે યુવરાજસિંહ જે નામો આપેલા તેમના દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ડમીમાં તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને ભાવનગર પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. ત્યારબાદ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું કે ગઈકાલે અને આજે પણ મેં યુવરાજસિંહને પુછ્યું હતું કે કોઈ મોટા રાજકીય વ્યક્તિના નામ છે, જેમાં યુવરાજસિંહે મને રૂબરૂમાં ના પાડી છે કે, કોઈ રાજકીય નામ નથી
રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જે નામો આપેલા તેમના દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. યુવરાજસિંહની ધરપકડ બાદ પૂછપરછ કરવા 14 દિવસની રીમાન્ડની માંગ કરી હતી. પોતાને થ્રેટ હોવાની રજુઆત, રાજકીય વ્યક્તિની સંડોવણી બાબતે પૂછપરછ કરતા રેન્જ આઈજીએ વ્યક્તિગત પૂછતાં કઈ ના હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહની પુછપરછમાં જણાવ્યું કે મને મારી ધરપકડ અંગે શંકા હોવાથી મેં નામો લીધા હતા. ધમકી અંગે પોલીસે પૂછતાં યુવરાજસિંહ જાડેજા કોઈ અરજી કે રજુઆત કરી નહોતી અને ફોન પણ આવેલા ન હોવાનું જણાવેલું હતું. બિપિન અને ઘનશ્યામ એ પોતાના ભાગના 10 ટકા લેખે 10 લાખ લીધેલા જે રિકવર કરવા તજવીજ કરેલી છે. CDR અને CCTV ફૂટેજની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, નારી ચોકડી પાસે થયેલી મિટિંગ બાબતે CDRમાં કંફ્રોમ થયું હતું. પીકેની મેટર પતાવવા CDR દ્વારા વિક્ટોરિયા ગાર્ડન પાસેના તમામ ભેગા થયા હોવાનું ખુલ્યું છે. લીલા સર્કલથી વિરાની સર્કલ પાસે બિપિન પૈસા લઈ જતો હોવાના CDR અને CCTV ફોટો મળેલ છે. અન્ય એક CCTV ફૂટેજમા છેલ્લી રકમ લઈ પૈસા જતો દેખાય છે તે સંભવિત કાનભા હોવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે યુવરાજસિંહને ફરી પોલીસ હેડ ક્વાર્ટર લવાયો હતો અને હેડ ક્વાર્ટરથી કોર્ટમાં રજૂ કરાયો છે. યુવરાજસિંહને એડિશનલ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાશે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાદોરિયા સામે રજૂ કરાયો છે. પોલીસ યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. અગાઉ યુવરાજસિંહને ફિંગર પ્રિન્ટ માટે નિલમબાગ પોલીસ સ્ટેશન લવાયો હતો.
યુવરાજસિંહની whatsapp ચેટ મામલે ખુલાસો
યુવરાજ સિંહના તોડ કાંડ મામલે વધુ એક ખુલાસો થયા બાદ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહની whatsapp ચેટ સામે આવી છે. વોટ્સએપ ચેટ મળ્યા હોવાની પોલીસની ખાતરી છે. બિપીન ત્રિવેદીએ યુવરાજને પીકેનુ નામ કેવી રીતે બહાર આવ્યુ તે અંગે પુછ્યુ હતુ. યુવરાજની પ્રેસના બીજા દિવસે જ પીકેનું નામ ન્યુઝ પેપરમાં છપાતા વાતચિત કરી હતી. જેમાં એક કરોડની રિકવરી, મોબાઈલ ચેટની FSL મારફતે તપાસ કરવા આરોપીને સાથે તપાસ કરવાના મુદ્દા રીમાન્ડમાં કરવામાં આવ્યા છે. RKનું આખું નામ રમેશ કરમશી હોવાનું સામે આવ્યું છે
તમને જણાવી દઈએ કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે પોલીસે ફરીયાદ નોંધીને મોડીરાત્રે ધરપકડ કરી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વિરુદ્ધ પ્રકાશ દવે પાસેથી 45 લાખ તો પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ મળી 1 કરોડ વસૂલ્યાની ફરિયાદ નોંધાઇ છે. મોડી રાત્રે એક વાગ્યાને 20 મિનિટે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજ સિંહ વિરૂદ્ધ કલમ 388,386 અને 120b હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા,કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.
મહત્વનું છે કે, ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા 2 આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા છે. મિલન ઘુઘા બારૈયા, વિરમદેવસિંહ ગોહિલ જેલ હવાલે થયા છે. આરોપી મિલન ઘુઘા બારૈયાએ ડમી ઉમેદવાર બનીને સૌથી વધુ 9 જેટલી પરીક્ષાઓ આપી હતી. વિરમદેવસિંહ ગોહિલ અને મિલન ઘુઘા બારૈયા એમ બંનેના રિમાન્ડ પુરા થતા બંને જેલ હવાલે કરાયા છે.
તોડકાંડ મામલે મહત્વનો ખુલાસો
યુવરાજસિંહ જાડેજા તોડકાંડ મામલે મહત્વનો ખુલાસો થયો છે. પોલીસે ઘનશ્યામ અને બિપિન પાસેથી રોકડ રકમ કબજે કરી લીધી છે. 10 લાખ જેટલી રકમ પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરી છે.
યુવરાજસિંહ જાડેજાની WHATSAPP ચેટ
યુવરાજસિંહ તોડકાંડ મામલે ફરી એક મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવરાજસિંહ જાડેજાની WHATSAPP ચેટ સામે આવી છે. બિપિન ત્રિવેદીએ યુવરાજને PKનું નામ કેવી રીતે બહાર આવ્યું તે અંગે પૂછ્યું હતું. યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સના બીજા દિવસે જ PKનું નામ ન્યૂઝ પેપરમાં છપાતા વાતચીત કરી હતી. ZEE 24 કલાક આ ચેટની પુષ્ટિ કરતું નથી.
યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન
યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મે કોઈ પૈસા લીધા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું કાયદાકીય પ્રક્રિયા કરતો રહિશ.
ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ અટકાયત
ડમી તોડકાંડમાં છેલ્લા 24 કલાકમાં યુવરાજસિંહ સહિત ચારની ધરપકડ કરી હતી. યુવરાજનો સાળો કાનભા ગોહિલ સુરતના અઠવા ઝોનમાંથી ઝડપાયો હતો. ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ ભાવનગર પોલીસે અટકાયત કરી હતી. યુવરાજસિંહ જાડેજાના સાળાને સુરતથી ઝડપી લેવામાં આવ્યો હતો. સુરતથી કાનભા ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવવાનો આરોપ છે. 3 એપ્રિલે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં ઘનશ્યામે કાનભાને 17 લાખ રૂપિયા ભરેલી બેગ આપી હતી. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરમાં કાનભા ત્રીજા નંબરનો આરોપી છે. કાનભા મૂળ ઘોઘા તાલુકાના ભીકડા ગામનો રહેવાસી છે. સુરત પીસીબીની મદદથી ભાવનગર એસઓજીએ કાનભાને ઝડપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે