ભારે કરી! હવે ઊંઘમાં જ હાર્ટએટેક; સુરતમાં 25 વર્ષીય યુવકને એવી રીતે હાર્ટ એટેક આવ્યો કે...

છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ચાલતા ચાલતા હોય બાઈક ચાલતાવ ઊંઘમાં જ યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.

 ભારે કરી! હવે ઊંઘમાં જ હાર્ટએટેક; સુરતમાં 25 વર્ષીય યુવકને એવી રીતે હાર્ટ એટેક આવ્યો કે...

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. યુવક ઊંઘમાંથી ઉઠ્યો હતો અને અચાનક છાતીના ભાગે દુખાવો થતા યુવકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબોએ 1 કલાક સુધી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. 

તબીબોએ 1 કલાક સુધી યુવકને બચાવવાનો પ્રયાસ
છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ચાલતા ચાલતા હોય બાઈક ચાલતાવ ઊંઘમાં જ યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. શહેરના ઉધના વિસ્તારમાં રહેતા માત્ર 25 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અંદાજે 1 કલાક જેટલો સમય તબીબોએ યુવકને બચાવવા લગાવ્યો હતો. જોકે તેને બચાવી શક્યા ન હતા. અંતે યુવકે દમ તોડી દીધો હતો.

પરિવારમાં માતા પિતા, ત્રણ બહેન અને ત્રણ ભાઈ
મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં ઉધના વિસ્તારમાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં 25 વર્ષીય સંજય ચૌહાણ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા ત્રણ બહેન અને ત્રણ ભાઈ છે. પિતા ઉધના વિસ્તારમાં જ ચાની લારી ચલાવે છે. સંજય બમરોલી વિસ્તારમાં ગેરેજ ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. સંજય આજે સવારે ઊઠ્યો ત્યારે છાતીમાં દુખાવો થતો હતો. જેથી સંજયે પોતાના નાના ભાઈને જાણ કરી હતી. ત્યારબાદ નજીકની હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જોકે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેતા પરિવાર સંજયને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું.

તબીઓએ પણ નિરાશ થઈ ગયા
સિવિલ હોસ્પિટલ પહોંચેલા સંજયની હાલત ગંભીર હતી. જેથી સીએમઓ સહિતનો સ્ટાફ યુવકને બચાવવાની મથામણ કરવા લાગ્યો હતો. પહેલી 30 મિનિટ સિપિઆર આપ્યા બાદ હાર્ટ બીટમાં ઉતાર ચઢાવ આવવા લાગ્યો હતો. જેથી યુવક બચી જવાની શક્યતા વધી ગઈ હતી. યુવકે વેન્ટિલેટર પર રાખ્યા બાદ હાર્ટ બીટ ઘટવા લાગ્યા હતા. યુવકને બચાવવા માટે તબીઓ સહિતનો સ્ટાફ કામે લાગી ગયો હતો. દરમિયાન શોક દેવાની પણ ફરજ પડી હતી. જોકે શોક આપ્યા બાદ હાર્ટ બાઈટ વધી ફરી ડાઉન થઈ જતાં હતાં. અંદાજે એક કલાકની મહેનત બાદ આખરે યુવકે દમ તોડી દીધો હતો. જેથી તબીઓએ પણ થોડા નિરાશ થઈ ગયા હતા.

તબીબોએ એક કલાકમાં 300થી વધુ સીપીઆર અને ઇન્જેક્શન આપ્યા
સુરત સિવિલ હોસ્પિટલમાં છાતીના દુ:ખાવા સાથે લવાયેલા 25 વર્ષના યુવકને તબીબોએ એક કલાકમાં 300થી વધુ સીપીઆર અને અનેક ઇમરજન્સી ઇન્જેક્શન આપ્યા હતા. તેમ છતાં દર્દીને બચાવી શકાયો ન હતો. યુવકની સારવાર દરમિયાન પરિવાર પણ દીકરો બચી જાય તેવી પ્રાર્થના કરી રહ્યો હતો. જોકે મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news