ઓરેવાના નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવી જયસુખને કોણ બચાવી રહ્યું છે?
Morbi Bridge Tragedy : મોરબી હોનારતમાં 9 ની ધરપકડ, 140 લોકોના મોત બાદ બસ આટલું જ કરશો, કંપનીમાં નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવીને જયસુખ પટેલના નામનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ પણ ન કરાયો
Trending Photos
મોરબી :મોરબીમાં ઝૂલતા બ્રિજના પડવા મામલે 9 લોકોની ધરપકડ કરાઈ છે. જોકે, પોલીસ તંત્ર દ્વારા માત્ર બ્રિજના મેનેજર, મેઈન્ટેનન્સ સંભાળનારા લોકો, ટિકિટ ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરીન સંતોષ માન્યો, પરંતું જવાબદાર કંપનીના સંચાલકોનું શું. પોલીસે આ ઘટનામાં દિપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપિયા, મહાદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહણની ધરપકડ કરી છે.
પકડાયેલ 9 આરોપીઓના નામ
- દિપક નવીનચંદ્ર પારેખ(મોરબી), ઉમર 44 વર્ષ, ઓરેવામાં મેનેજર
- દિનેશ મહાસુખરાય દવે(મોરબી), ઉંમર 41 વર્ષ, (ઓરેવામાં મેનેજર)
- મનસુખ વળજી ટોપીયા (મોરબી), ઉંમર 59 વર્ષ (ટિકિટ ક્લર્ક)
- માદેવ લાખા સોલંકી( મોરબી), ઉંમર 36 વર્ષ (ટિકિટ ક્લર્ક)
- પ્રકાશ લાલજી પરમાર(ધ્રાંગધા), ઉંમર 63 વર્ષ (રિપેરિંગ નું કામ કરનાર કોન્ટ્રાકટર)
- દેવાંગ પ્રકાશ પરમાર(ધ્રાંગધા), ઉંમર 31 વર્ષ (રિપેરિંગ નું કામ કરનાર કોન્ટ્રાકટર)
- અલ્પેશ ગલા ગોહિલ(દાહોદ), ઉંમર 25 વર્ષ (સિક્યુરિટી ગાર્ડ)
- દિલીપ ગલા ગોહિલ(દાહોદ), ઉંમર 33 વર્ષ (સિક્યુરિટી ગાર્ડ)
- મુકેશ દલસિંગભાઈ ચૌહાણ(દાહોદ), ઉમર 26 વર્ષ (સિક્યુરિટી ગાર્ડ)
રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ 9 લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની ખામીને કારણે કેબલ બ્રિજ ધરાશાયી થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. IPC કલમ 304, 308, 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે. FSL અને SITની સૂચના અને માર્ગદર્શન હેઠળ પુરાવા એકત્ર કરી આરોપીની ધરપકડ કરાઈ છે.
પોલીસની ફરિયાદમાં ઓરેવા કંપનીના સંચાલકો જ ગાયબ જોવા મળ્યાં છે. ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સમગ્ર ઘટના બાદથી ગાયબ છે. તેમજ પોલીસ ફરિયાદમાં પણ ક્યાંય તેમનો ઉલ્લેખ કરાયો નથી. આખરે ઓરેવા કંપનીના જયસુખ સામે કેમ ફરિયાદ ન કરાઈ. આ
આખરે ક્યાં છે જયસુખ પટેલ? જયુખ પટેલ કયા ખુણામાં સંતાઈ ગયો? લોકોને સ્મશાન અને કબ્રસ્તાન પહોંચાડી ફરાર થઈ ગયો? કાતિલ જયસુખને કોણ બચાવવા માગે છે? ઓરેવા કંપની પાસે બ્રિજનું સંચાલન હતું, ઓરેવા કંપની દુર્ઘટના માટે જવાબદાર ના કહેવાય? તો પછી ઓરેવા કંપનીના સંચાલકોને કેમ ફરિયાદથી દૂર રખાયા. જયસુખના કારણે કોઈએ પિતા ગુમાવ્યા. જયસુખના કારણે કોઈએ બાળક ગુમાવ્યા. જયસુખના કારણે કોઈએ માતા ગુમાવી. પીડિતોને જિંદગીભરનો ગમ આપી જયસુખ ફરાર છે. ત્યારે જયસુખ પટેલ સામે કેમ આવતો નથી?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે