લોકડાઉન દરમિયાન 80 લાખ નાગરિકોએ 30 હજાર કરોડ રૂપિયા EPFO માંથી ઉપાડ્યા: કોંગ્રેસ

કોરોના મહામારીને કારણે સામાજિક સુરક્ષા માટે અનામત રખાતી રકમ (પ્રોવિડંડ ફંડ) પીએફમાંથી એપ્રીલ જુન 2020 સુધીમાં 80 લાખ નાગરિકોએ રૂપિયા 30 હજાર કરોડ રૂપિયા ઉપાડી લીધા હોવાનું સત્તાવાર આંકડા હોવાનો દાવો કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કર્યો હતો. 
લોકડાઉન દરમિયાન 80 લાખ નાગરિકોએ 30 હજાર કરોડ રૂપિયા EPFO માંથી ઉપાડ્યા: કોંગ્રેસ

ગાંધીનગર : કોરોના મહામારીને કારણે સામાજિક સુરક્ષા માટે અનામત રખાતી રકમ (પ્રોવિડંડ ફંડ) પીએફમાંથી એપ્રીલ જુન 2020 સુધીમાં 80 લાખ નાગરિકોએ રૂપિયા 30 હજાર કરોડ રૂપિયા ઉપાડી લીધા હોવાનું સત્તાવાર આંકડા હોવાનો દાવો કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કર્યો હતો. 

કોંગ્રેસ સમિતીના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, સીએમઆઇએનાં અહેવાલ અનુસાર દેશમાં દર ચોથો વ્યક્તિ રોજગાર ગુમાવી ચુક્યો છે. પરિણામે છેલ્લા અઠવાડિયામાં 1 લાખથી વધારે નાગરિકો તેમનાં પીએફમાંથી નાણા ઉપાડીને પોતાનાં પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. સામાન્ય માણસની સ્થિતી ખુબ જ કફોડી છે. 

દેશમાં 50 લાખ લોકોએ મેડિકલ ટ્રિટમેન્ટ માટે 22 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે. જ્યારે 30 લોકોએ કોરોના વિન્ડો માટે 8 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે. ગુજરાતમાં 8 લાખ નાગરિકોએ પોતાનાં પૈસા ઉપાડવા માટે મજબુર બન્યા છે. સામાન્ય માણસનું જીવન દિવસેને દિવસે વધારે કફોડું બનતું જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news