રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડો, અમદાવાદ સિવિલમાં 8 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ

છેલ્લા 9માસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 26 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 10 લોકોના સારવાર દરમિયાન મૃત્યું થયા છે.

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડો, અમદાવાદ સિવિલમાં 8 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ

અમદાવાદ: રજ્યમાં સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગમાં વધારો થઇ રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્લાઇન ફ્લૂના વધુ ત્રણ કેસ નોધાયા છે. જ્યારે અત્યારે અમદાવાદ સહિત અન્ય શહેરના 11 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. સારવાર લઇ રહેલા 11માંથી 8 દર્દીઓના ફ્લૂના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જ્યારે સુરતમાં 11 કેસ નોધાય અને રાજકોટમાં પણ 8 કેસ નોંધાયા છે. રાજ્યમાં પાણી જન્ય રોગોમાં પણ વધારો થઇ રહ્યો છે.

છેલ્લા 9માસમાં ફ્લૂથી 10ના મોત 
ગુજરાતમાં આગામી 15મીથી ચોમાસુ વિદાય લેવા જઇ રહ્યું છે. જ્યારે ચોમાસુ પુરૂ થતા જ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં પણ 8 જેટવા સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ નોધાયા છે. જ્યારે સિવિલમાં સારવાર લઇ રહેલા 11 દર્દીઓમાંથી 5 અમદાવાદના તથા બજા 6 દર્દીઓ અન્ય શહેરોના છે. મળતી માહિતી મુજબ છેલ્લા 9માસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 26 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 10 લોકોના સારવાર દરમિયાન મૃત્યું થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news