આ અભિનેત્રીએ 5 બોયફ્રેન્ડને એક સાથે દગો કરનારી છોકરીનો બચાવ કર્યો, પછી જે થયું...

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા તેના બિન્દાસ અંદાજના કારણે જાણીતી છે. નીડરતાપૂર્વક તે પોતાનો મત રજુ કરતી હોય છે. પરંતુ આ વખતે તેને બોલ્ડ સ્ટેટમેન્ટ આપવું ભારે પડી ગયું છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને જબરદસ્ત ટ્રોલ કરી છે.

આ અભિનેત્રીએ 5 બોયફ્રેન્ડને એક સાથે દગો કરનારી છોકરીનો બચાવ કર્યો, પછી જે થયું...

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા તેના બિન્દાસ અંદાજના કારણે જાણીતી છે. નીડરતાપૂર્વક તે પોતાનો મત રજુ કરતી હોય છે. પરંતુ આ વખતે તેને બોલ્ડ સ્ટેટમેન્ટ આપવું ભારે પડી ગયું છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને જબરદસ્ત ટ્રોલ કરી છે. નેહા હાલના દિવસોમાં એમટીવી રોડીઝમાં જજ તરીકે જોવા મળે છે અને એક ઓડિશન દરમિયાન તેણે પ્રેમમાં દગો મેળવેલા એક સ્પર્ધકને એવી વાત કરી નાખી કે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. 

વાત જાણે એમ છે કે ઓડિશન દરમિયાન એક સ્પર્ધકે જણાવ્યું કે જ્યારે તેને ખબર પડી કે તેની ગર્લફ્રેન્ડ તેના ઉપરાંત અન્ય પાંચ લોકો સાથે અફેર ધરાવે છે તો તેણે તેની ગર્લફ્રેન્ડને તે પાંચ છોકરાઓની સામે બોલાવી અને એક થપ્પડ મારી. જેના કારણે નેહા એકદમ ભડકી ગઈ. તેણે સ્પર્ધકને કહ્યું કે તું જે આ બોલે છે કે તે તારી ગર્લફ્રેન્ડને થપ્પડ મારી તે એકદમ ખોટું છે. મારી વાત સાંભળ એ તેની પસંદ છે, એક છોકરીને થપ્પડ મારવાનો હક તને કોણે માર્યો. પાંચ બોયફ્રેન્ડ બનાવવા એ છોકરીની પોતાની મરજી છે. ત્યારબાદ તો સોશિયલ મીડિયા પર જોરદાર રિએક્શન આવવા લાગ્યાં. 

                 #NehaDhupia Get some sense. Don't be a lecturer everywhere everytime. #fakefeminism #HusnJihad pic.twitter.com/ouwVgtdKht

— Sarvesh Guptan (@GuptanSarvesh) March 12, 2020

— Yash Sharma (@imyash_15) March 12, 2020

અત્રે જણાવવાનું કે હાલમાં જ નેહા ધૂપિયાએ કહ્યું હતું કે ગર્ભાવસ્થા તેની જિદંગીનો સૌથી સુંદર દોર રહ્યો છે. કારણ કે તે દરમિયાન તેણે મન ભરીને પોતાની મનપસંદ ચીજો ખાધી. હકીકતમાં એક અભિનેત્રી અને મોડલ તરીકે તેણે 15થી વધુ વર્ષો સુધી ફૂડ પર ખુબ નિયંત્રણ રાખ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news