દૂબઈથી કપડાની આડમાં છુપાયેલું 350 કરોડનું ડ્રગ્સ મુન્દ્રાથી પકડાયું

Kutch Drug Caught : કચ્છના મુંદ્રામાંથી 350 કરોડથી વધુનું 70 કિલો ડ્રગ્સ ATSએ ઝડપી પાડ્યું... કપડાની આડમાં ડ્રગ્સ છુપાવી થતી હતી હેરાફેરી....દુબઈના જેબેલ અલી પોર્ટથી આવ્યું હતુ કન્ટેનર...

દૂબઈથી કપડાની આડમાં છુપાયેલું 350 કરોડનું ડ્રગ્સ મુન્દ્રાથી પકડાયું

ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત ડ્રગ્સનુ હબ બન્યુ છે. આખા દેશમાં જેટલો ડ્રગ્સનો જથ્થો પકડાતો હશે, તેટલો કદાચ ગુજરાતમાં એક જ સમયે પકડાય છે. ગુજરાત ATSએ 350 કરોડથી વધુનું 70 કિલોનું હેરોઇન ડ્રગ્સ પકડ્યું છે. દૂબઈથી કપડાની આડમાં છુપાવીને હેરાફેરી કરવામા આવતી હતી. 

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે,  દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવીને લાવવામા આવી રહ્યું છે. તેથી મુન્દ્રા પોર્ટ પર વોચ ગોઠવાઈ હતી. ATS ની ટીમે ચેક કરતા કપડાની આડમાં છુપાવાયેલુ 70 કિલો ડ્રગ્સ મળ્યુ હતું. જેની માર્કેટ કિંમત 350 કરોડથી વધુની છે. આ કન્ટેનર દુબઈના જેબેલ અલી પોર્ટથી આવ્યું હતું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 12, 2022

CFSમાં કન્ટેનર અંગે ATSને ચોક્કસ બાતમી મળી હતી, જેમાં ચેકિંગ કરતા તેમાંથી ડ્રગ્સ મળ્યુ હતું. હાલ એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી કે, આ કન્ટેનર કોણે મંગાવ્યુ હતું અને કોણે મોકલ્યુ હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news