ભાવનગરમાં પાણી પાણી! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં શહેરોમાં પાણી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ગઈકાલે (શનિવાર) બપોર બાદ વરસાદ શરૂ થતાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે બાદમાં પણ અવિરત શરૂ રહેતા વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભાવનગરમાં પાણી પાણી! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં શહેરોમાં પાણી

Bhavnagar Heavy To Heavy Rains: હજુ પણ ગુજરાતમાં 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હજું 24 કલાક માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ગઈકાલે (શનિવાર) બપોર બાદ વરસાદ શરૂ થતાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે બાદમાં પણ અવિરત શરૂ રહેતા વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

મહુવાના કોલેજ રોડ, ગાંધીબાગ, ગોકુળનગર, પરશુરામ ચોક, જનતા પ્લોટ અને સ્વામિનારાયણ મંદિર રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. મહુવા શહેર અને પંથકમાં સારો વરસાદ પડતાં નદી નાળા છલકાય ગયા છે. ધોધમાર વરસાદના પરિણામે તાલુકાના બગડ, રોજકી અને માલણ ડેમ ઓવરફ્લો થયા હતા. 

નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં 24 કલાક દરમ્યાન વરસાદ નોંધાયેલો હતો. ભાવનગર શહેર જિલ્લામાં બપોર બાદ મેઘો ફરી મંડાયો હતો. જિલ્લામાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે અનરાધાર બેટિંગ નોંધાવી હતી. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો હતો. ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા હતા. 

વલભીપુર.....92mm 
ઉમરાળા......103mm 
ભાવનગર.....41mm 
ઘોઘા...........64mm 
શિહોર.........75mm 
ગારીયાધાર...31mm 
પાલીતાણા...79mm 
તળાજા.......34mm 
મહુવા.........173mm 
જેસર.........87mm 

ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ એવરેજ 788.4 mm વરસાદ નોંધાયો છે. 8 કલાકમાં મહુવા 7 ઇંચ, જેસરમાં 3.5 ઇંચ, તળાજામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાંજે 6 થી 10 દરમ્યાન 4 કલાકમાં વલભીપુરમાં 3.5 ઇંચ, ઉમરાળામાં 4 ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ, ઘોઘામાં 2.5 ઇંચ, સિહોરમાં 3 ઇંચ, ગારિયાધારમાં 1.2 ઇંચ જ્યારે પાલિતાણામાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news