સૌંદર્યવાન યુવતીના ચક્કરમાં અમદાવાદનો જાણીતો બિલ્ડર ફસાયો, આ રીતે ઓનલાઇન મિત્રતા 62 લાખમાં પડી

Ahmedabad News: બોપલનાં બિલ્ડર સંજય ગજ્જર પર વર્ષ 2021માં પલક પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેનો સ્વીકાર કર્યા બાદ યુવતી સાથે બિલ્ડરની વાતચીત શરૂ થઈ હતી. 

સૌંદર્યવાન યુવતીના ચક્કરમાં અમદાવાદનો જાણીતો બિલ્ડર ફસાયો, આ રીતે ઓનલાઇન મિત્રતા 62 લાખમાં પડી

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના બોપલમાં સુંદર યુવતી સાથે વાત કરવાની લાલચે બિલ્ડરને ઓનલાઇન મિત્રતા 62 લાખમાં પડી છે. સૌંદર્યવાન યુવતીએ પહેલા મદદ માંગી, ત્યારબાદ બિલ્ડરને બ્લેકમેઇલ કરવાની શરૂઆત કરી હતી. બોપલ પોલીસે હાર્દિક પ્રજાપતિ નામના એક શખ્સની ધરપકડ કરીને વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

અમદાવાદમાં એક આવી ગેંગ સક્રિય થઇ છે. બોપલ પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ હાર્દિક પ્રજાપતિ છે. હાર્દિક પ્રજાપતિ અને તેની ગેંગ એ અમદાવાદના બિલ્ડર સંજય ગજ્જર પાસેથી 62 લાખ પડાવી લેવામાં આવ્યા છે. બોપલનાં બિલ્ડર સંજય ગજ્જર વર્ષ 2021માં પલક પટેલ નામની યુવતીની સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેનો સ્વીકાર કર્યા બાદ યુવતી સાથે બિલ્ડરની વાતચીત શરૂ થઈ હતી. મદદ માટેથી યુવતીએ તેના ભાઈના ખાતામાં 2500 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ એક બિઝનેસમાં વધારે ફાયદો મળશે તેવી લાલચ આપી અને સારી સારી વાતો કરી હતી અને ધંધામાં વધુ રૂપિયા રોકવા બિલ્ડરને પલકે જણાવ્યું હતું. 

પલકે બિલ્ડરને અન્ય મોબાઈલ નંબર પર પણ નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ ટુકડે- ટુકડે બિલ્ડર પાસેથી 62 લાખ રૂપિયા જેટલી રકમ ફ્રોડ ટોળકીએ પડાવી લીધા હતા. લાખો રૂપિયા રોક્યા બાદ પૈસા પરત ન મળતા બિલ્ડરને શંકા ગઇ હતી. આથી બિલ્ડરે આરોપીઓ પાસેથી નાણાં પરત માંગ્યા હતા. જેમાં આરોપીઓએ બિલ્ડરને 38 લાખ રૂપિયા પરત આપવા 1.40 લાખ પ્રોસેસિંગ ફી પેટે માંગ્યા અને બિલ્ડરને પકવાન ચાર રસ્તા પાસે બોલાવ્યા, પણ ત્યાં કોઈ આવ્યું નહીં. બાદમાં 70 લાખ રૂપિયા તમને આપવાના છે કહીને 3.40 લાખ રૂપિયા બિલ્ડર પાસે માંગ્યા. આમ સતત પૈસાની માંગ કરીને બિલ્ડરની પલક સાથેની ચેટ તેની પત્નીને મોકલવાની ધમકી આપી ફ્રોડ ટોળકી બિલ્ડર પાસેથી રૂપિયા પડાવતા રહી.

અંતે બિલ્ડર એ ફ્રોડ ટોળકીથી કંટાળી નેબિલ્ડરે બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પલક પટેલ, રાજેશ પટેલ, હેમલ પટેલ, રૂહાની , હાર્દિક પ્રજાપતિ અને સેમ નામના લોકો સામે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 420, 507, 419, 114 તથા IT એક્ટ ની કલમ 66 (ડી) અંતર્ગત ગુન્હો નોધીને આરોપી ઓને પકડવા તપાસ હાથ ધરી હતી. જેમાં 24 સપ્ટેમ્બરના રોજ પોલીસે કોમ્પ્યુટરના ભેજાબાજ એવા આરોપી હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. હાર્દિક સેટેલાઈટમાં રહે છે. જ્યારે મૂળ મહેસાણાનો રહેવાસી છે. હાર્દિકને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ 2 દિવસના રિમાન્ડની મંજુર કરવા માં આવ્યા છે.

આરોપીઓએ બિલ્ડર સાથે ફ્રોડ કરીને લેવાયેલા રૂપિયા પરત મેળવવાના બાકી છે. સહ આરોપીઓ હજુ ફરાર છે. તેમના અસલ નામ અને સરનામા મેળવવાના બાકી છે. આરોપી રૂપિયા વપરાઈ ગયાનો દાવો કરે છે. તે આરોપીએ ક્યાં વાપર્યા? કોને આપ્યા? તે રૂપિયા પરત મેળવવા આરોપીના રિમાન્ડ જરૂરી છે. 

આરોપીએ જે મોબાઈલના માધ્યમથી ગુન્હો આચર્યો હતો તે મોબાઈલ, સીમકાર્ડ અને સીમકાર્ડ કોના નામનું છે તેની તપાસ કરવાની છે. આ ગુન્હામાં અન્ય વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ તેની તપાસ જરૂરી છે. આરોપી એ અગાઉ અન્ય ગુન્હા કર્યા છે કે કેમ ? સાથે જ અન્ય આરોપીઓ ની ધરપકડ માટે થી વધુ તપાસ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news