સુરતમાં નોનવેજ ખાતા પહેલા સો વાર વિચારજો, આ હોટલે નોનવેજના નામે ગૌમાંસ ખવડાવ્યું
Surat News : સુરતમાં ગૌમાંસ વેચતા રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરાઈ, દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી 60 કિલો ગૌમાંસ પકડાયા બાદ કાર્યવાહી, 4 વર્ષથી રેસ્ટોરન્ટમાં વેચાતું હતું ગૌમાંસ
Trending Photos
ચેતન પટેલ/સુરત :હોટલ, રેસ્ટોરન્ટ કે પછી લારીઓ પર નોનવેજ ખાતા પહેલાં સો વાર વિચારવું પડે તેવો કિસ્સો બન્યો છે. નોનવેજમાં ગૌ-માંસ! વિચારીને પણ ઉબકા આવી જાય. ત્યારે સુરતમાં લાલગેટની દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી 60 કિલો ગૌમાંસ ઝડપાયું છે. સુરતના હોડી બંગલા સ્થિત રેસ્ટોરન્ટમાં ગૌમાંસની વાનગી પીરસાતી હોવાનું ભોપાળું બહાર આવ્યું છે. લાલગેટ પોલીસે દરોડા પાડતા 60 કિલો પશુમાંસ મળી આવ્યું હતું. પોલીસે ગુનો નોંધી રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી ખાટકીને વોન્ટેડ જાહેર કર્યો છે. 4 વર્ષથી ચાલતી હોટલમાં અન્ય નોનવેજ સાથે ગૌ-માંસ મિક્સ કરાતું હોવાની પોલીસને આશંકા છે.
બજરંગદળના દક્ષિણ ગુજરાતના સંયોજક દેવીપ્રસાદ દુબેને બાતમી મળી હતી કે, શહેરની કેટલીક રેસ્ટોરન્ટ્સમાં નોનવેજની વાનગીની સાથે ગૌમાંસની વાનગીઓ પણ પીરસાઇ રહી છે. જેમાં હોડીબંગલા ત્રણ રસ્તા પર આવેલી દિલ્હી દસ્તરખ્વાન નામની રેસ્ટોન્ટમાં ગૌમાંસની વાનગી પીરસાઇ રહી છે તેવુ પણ જાણવા મળ્યું. જેથી લાલગેટ પોલીસને સાથે રાખીને તેમણે આ રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં કીચનના ફ્રીઝમાં તપાસ કરાતા ૬ પ્લાસ્ટિકની થેલીમાં મોટાપાયે પશુ માંસ મળી આવ્યું હતું.
આ પણ વાંચો : વિજેતા બની વિરાજ... લગ્નના 6 વર્ષ બાદ ભાંડો ફૂટ્યો, મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે
દરમિયાન મામલો શંકાસ્પદ લાગતા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પશુ ચિકિત્સકની હાજરીમાં પશુ માંસના સેમ્પલને એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં 2 થેલીમાં 20 કિલો ગૌમાંસ અને 4 થેલીમાં 40 કિલો ભેંસનું માંસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી લાલગેટ પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધ્યો છે.
સાથે જ પોલીસને અહીં ગૌમાંસની વાનગી પીરસાતી હોય કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. પોલીસે 6 હજારની કિંમતનું 60 કિલો પશુ માંસ કબજે લઇ રેસ્ટોરન્ટના માલિક સરફરાજ મોહંમદ વજીર ખાનની ધરપકડ કરી છે. તેમજ ગૌમાંસ સપ્લાય કરનાર ખાટકી અંસારને વોન્ટેડ જાહેર કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે