ગોઝારો રવિવાર! વડોદરા અને કચ્છમાં બનેલી બે મોટી ઘટનામાં 6ના કરૂણ મોત, સાંભળીને હૃદય ચીરાઈ જશે
રાજ્યભરમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે રવિવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/વડોદરા: રાજ્યમાં હમણાંથી અકસ્માતનો સિલસિલો શરૂ થયો છે, ત્યારથી અનેક મોટી દુર્ઘટના સામે આવી રહી છે. આજે રવિવારનો દિવસ ગોઝારો સાબિત થઈ રહ્યો છે, કારણ કે વડોદરા અને કચ્છમાં બે મોટી ઘટના સામે આવી છે. વડોદરામાં હાલોલ રોડ પર ST બસે બાઈક ચાલકને અડેફેટે લીધો હોવાની વાત સામે આવી છે. હાલોલ તરફ જતી ST બસે બાઈકને ટક્કર મારતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે કચ્છની નર્મદા કેનાલમાં ડૂબતા માતા અને 2 પુત્રોના કરૂણ મોત નિપજ્યા છે. માંડવીના મોટી રાયણ પાસેની નર્મદા કેનાલમાં ત્રણેય ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયા છે.
વડોદરામાં બનેલી ઘટના વિશે વાત કરીએ તો વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં 3 ના મોત થયા છે. જેમાં ST બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3 ના મોત થયા છે. કામરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતમાં ત્રણ બાઈક સવારના ઘટનાસ્થળે મોત થયા છે. તથા જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતક 3 યુવાનો વાઘોડિયાના ગણેશપૂરા ગામના હતા. તથા બે સગા ભાઈ તેમજ એક મિત્રનું અકસ્માતમાં મોત થયુ છે. એસટી બસ વડોદરાથી હાલોલ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. બીજી તરફ આ બનાવના પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
તેવી રીતે કચ્છની નર્મદા કેનાલમાં પામીમાં માતા અને 2 પુત્રો ડૂબતા કરૂણ મોત થયા છે. આ ઘટના માંડવીના મોટી રાયણ પાસેની નર્મદા કેનાલમાં બની છે, જેમાં ત્રણેય ડૂબ્યા હોવાની વાત સામે આવી છે. આ ઘટનાની માહિતી મળતા જ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી આરંભી હતી અને પાણીમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે રવિવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે