અમદાવાદમાં એકસાથે ૫૦૦૦ બાળકોએ ડાન્સ કરી સ્થાપ્યો રેકોર્ડ

અમદાવાદની એક અનોખી ઓળખ ઉભી કરવાની સાથે સાથે દિવ્યાંગ બાળકો, ગરીબ બાળકો અને કેન્સરથી પીડાતા બાળકો માટે મદદરૂપ થવાનો છે. 

અમદાવાદમાં એકસાથે ૫૦૦૦ બાળકોએ ડાન્સ કરી સ્થાપ્યો રેકોર્ડ

અમદાવાદ: ભારતમાં સૌપ્રથમવાર અમદાવાદ ખાતે ૨૦મી જાન્યુઆરીએ એક સાથે ૫૦૦૦ બાળકો બૉલીવુડ ડાન્સ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સ્થાપ્યો આ કાર્યક્રમમાં બૉલીવુડ અભિનેતા ગોવિંદા પણ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમનું આયોજન લેવલ અપ એન્ટરપ્રાઇઝ અને સાત્વિક એન્ટરટેઇન્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જે ૨૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યે જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ શાહીબાગ ખાતે આયોજિત કરવામાં આવ્યું.

ઇવેન્ટના આયોજકોએ જણાવ્યું કે "આ ક્ષણ અમદાવાદ માટે ખુબજ ગૌરવપૂર્ણ બની રહી. આ ઇવેન્ટ પાછળનો અમારો હેતુ અમદાવાદની એક અનોખી ઓળખ ઉભી કરવાની સાથે સાથે દિવ્યાંગ બાળકો, ગરીબ બાળકો અને કેન્સરથી પીડાતા બાળકો માટે મદદરૂપ થવાનો છે. અને અમને ખુબજ ખુશી છે કે જ્યારે એકસાથે ૫૦૦૦ બાળકો એ ડાન્સ કર્યું ત્યારે ગોવિંદા પણ ત્યાં ઉપસ્થિત હતાં. આ ઇવેન્ટમાં અમે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યું.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news