ઉમા ભારતીનો ગાંધી પરિવાર પર સીધો હુમલો, રાહુલ-પ્રિયંકાને ગણાવ્યા 'જિન્ના'
નાગરિક સંશોધિત કાયદા (સીએએ) વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર ભાજપના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જિન્ના કોઈ બીજું નહીં, પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિક સંશોધિત કાયદા (સીએએ) વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર ભાજપના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જિન્ના કોઈ બીજું નહીં, પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે, જે સીએએ પર મુસલમાનો વચ્ચે માહોલ બનાવી રહ્યાં છે અને ભય ઉભો કરી રહ્યાં છે. શું અમારામાંથી કોઈએ કહ્યું કે સોનિયા ગાંધીના પિતા ઇટાલીમાં મુસોલિનીની સેનાના એક સૈનિક હતા?
સોનિયા ગાંધીને લઈને તેમણે કહ્યું કે, કારણ કે તે અમારી વહુ છે અને આપણા દેશમાં તેના લગ્ન થયા છે. અમે દિલથી તેમનું સન્માન કરીએ છીએ.
રાહુલ-પ્રિયંકા બગાડી રહ્યાં છે માહોલઃ ઉમા ભારતી
તમને જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને મુસ્લિમ નાગરિકોની નારાજગી પર પ્રતિક્રિયા આપતા ઉમા ભારતીએ કહ્યું કે, જિન્ના તો રહ્યાં નથી પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના અહીં હાજર છે, જે માહોલ બગાડી રહ્યાં છે અને સીએએ પર મુસ્લિમો વચ્ચે ભયનો માહોલ પેદા કરી રહ્યાં છે.
Uma Bharti,BJP: Jinnah is no more but Rahul Jinnah & Priyanka Jinnah are there who are disturbing environment & instilling fear among Muslims on CAA. Did anyone of us say that Sonia Gandhi's father was a soldier in Mussolini's army in Italy? pic.twitter.com/Wq98toiFBn
— ANI (@ANI) January 9, 2020
ઉમા ભારતીએ કહ્યું કે, જે કામ જિન્નાએ દેશના વિભાજન સમયે કર્યું હતું. તઆ કામ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી કરી રહ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું કે, ભારતના વિભાજન સમય પર જે નફરતનું ઝેર જિન્નાએ ફેલાવ્યું હતું, તે રાહુલ અને તેની બહેન કરી રહ્યાં છે. રાહુલ-પ્રિયંકા એક નવા જિન્ના છે તથા ભારતમાં ઝેરી ભાવનાત્મક વિભાજન કરી રહ્યાં છે, જે અમે થવા દેશું નહીં. તેથી આવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
સોનિયા ગાંધી પર પણ કર્યો હુમલો
ઉમા ભારતીએ આગળ કહ્યું કે, શું આપણામાંથી કોઈએ કહ્યું કે, સોનિયા ગાંધીના પિતા ઇટાલીમાં મુસોલિની સેનામાં એક સૈનિક હતા? પરંતુ તેમણે આગળ પોતાની વાત સંભાળતા કહ્યું કે, જ્યારથી તેઓ (સોનિયા ગાંધી) આપણી વહુ બની અને આપણા દેશમાં લગ્ન કર્યાં, ત્યારથી અમે તેમનું દિલથી સન્માન કરીએ છીએ.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે