અમદાવાદ : લોક થયેલી કારમાં શ્વાસ રુંધાવાથી બાળકનું મોત, કાચ તોડીને બહાર કઢાયો

અમદાવાદના બાપુનગરમાં એક બાળકનું બિનવારસી કારમાં ગૂંગળામણથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદ : લોક થયેલી કારમાં શ્વાસ રુંધાવાથી બાળકનું મોત, કાચ તોડીને બહાર કઢાયો

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના બાપુનગરમાં એક બાળકનું બિનવારસી કારમાં ગૂંગળામણથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. બાળક રમતા રમતા ક્યારે કાર તરફ ગયો અને અંદર પૂરાઈ ગયો તેના પર કોઈનું ધ્યાન ન ગયું. લાંબા સમયથી બાળક ન દેખાતા કારમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં પાયલ પ્લાઝા આવેલુ છે. આ પ્લાઝા પાસે એક એસ્ટીમ કાર છેલ્લાં 15-20 દિવસથી બિનવારસી હાલતમાં પડી હતી. ત્યારે 5 વર્ષનો અક્ષય નામનો બાળક કાર પાસે રમી રહ્યો હતો. રમતા રમતા તે કાર પાસે પહોંચ્યો હતો અને કાર અંદરથી લોક થઈ ગઈ હતી. ગૂંગળામણથી અક્ષયનો જીવ ગયો હતો. બીજી તરફ, પોતાનો બાળક લાંબા સમયથી ન દેખાતા તેના માતાપિતાએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અચાનક તેમની નજર કારમાં પડેલ અક્ષય પર પડી હતી. તેઓએ કારનો કાચ તોડીને અક્ષયને બહાર કાઢ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, પણ માતાપિતાના હાથમાં મૃત અક્ષય જ આવ્યો હતો. તેઓ જીવ બચાવી ન શક્યા હતા.

https://lh3.googleusercontent.com/-ingkrXbapvc/XPoqKfRtY3I/AAAAAAAAHKw/2D7-CG9PvlEzPYEJUquxdSnGLtULaFVHQCK8BGAs/s0/AHD_Binvarsi_Car2.JPG

આમ, એક બિનવારસી કારે પાંચ વર્ષના માસુમ બાળકનો ભોગ લીધો હતો. છેલ્લા ઘણા સમયથી એસ્ટીમ કાર બાપુનગર વિસ્તારમાં પડેલી હતી. હાલ સ્થળ પરથી આ કારને અન્ય જગ્યા પર ખસેડી લેવાઈ. આ બનાવ બાદ કારના માલિક કાંતિભાઈ પટેલ પણ દોડી આવ્યા હતા. હાલ તેઓ ચિલોડા રહેતા હોવાથી તેઓ તાત્કાલિક બાપુનગર પહોંચ્યા હતા. તો બીજી તરફ, બાળકના પરિવારે કાર્યવાહી કરવાની મનાઈ કરતા બાપુનગર પોલીસે અકસ્માતે મોત થયા હોવાનું નોંધ્યું છે. 

https://lh3.googleusercontent.com/-VayuWwUYCE8/XPoqMsUxu4I/AAAAAAAAHK8/CwPw2NRrqBYBnXaT2ekvaEYEZhbEt4gdwCK8BGAs/s0/AHD_Binvarsi_Car.JPG

બાળકની માતાએ કહ્યું કે, હું જોબ પર જાઉં છું, તો બાળક હંમેશા ઘરે હોય છે. મને ત્રણ વાગ્યે ફોન આવ્યો કે, તમારા બાળકની તબિયત ખરાબ છે. તેથી હું તાત્કાલિક દવાખાને પહોંચી હતી, જ્યાં મારા બાળકનું મોત થયુ હોવાનું જાણવા મળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news