વડોદરામાં આભ ફાટ્યું: 6 કલાકમાં 18 ઇંચ, વરસાદના વિરામથી હાશકારો

વડોદરામાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સોસાયટીઓમાં પાણી ભરાવાથી રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારેલીબાગ તુલસીવાડીની વસાહત પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ જીવ બચાવા માટે ઘરના છાપરે ચડ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા 25 જેટલા લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું. 

વડોદરામાં આભ ફાટ્યું: 6 કલાકમાં 18 ઇંચ, વરસાદના વિરામથી હાશકારો

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સોસાયટીઓમાં પાણી ભરાવાથી રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારેલીબાગ તુલસીવાડીની વસાહત પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ જીવ બચાવા માટે ઘરના છાપરે ચડ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા 25 જેટલા લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું. 

 

  • વડોદરામાં દીવાલ ધસી પડતા બેના મૃત્યુ
  • 30 ફૂટ પર પહોચી વિશ્વામિત્રી નદી
  • આજવા સરોવરની સપાટી 211.55 ફૂટ પર પહોચી ભયજનક સપાટી છે 214 ફૂટ 
  • ઉપરવાસમાં સતત વરસાદના કારણે સતત વધી રહી છે આજવા સરોવરની સપાટી
  • વડોદરામાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો કરાયો બંધ 
  • MGVCL એ વીજ પુરવઠો બંધ કર્યા હોવાની કરી જાહેરાત 
  • સમા, અકોટા, ગોત્રી, વાસણા, ગોરવા, ઈન્દ્રપુરી, કારેલીબાગ, માંડવી, સરદાર એસ્ટેટ, ટાવર રોડ, માંડવી વિસ્તારોમાં વીજ પુરવઠો કરાયો બંધ 
  • વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી કરી પાર 
  • વડોદરામાં 20 ઈંચ વરસાદના પગલે વિશ્વામિત્રી નદી થઈ ઓવરફલો 
  • વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટ પર પહોચી 
  • નદીએ ભયજનક સપાટી વટાવતા તંત્ર એકશનમાં આવ્યુ 
  • વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે 26 ફૂટ 
  • અત્યારસુધી નીચાણવાડા વિસ્તારમાંથી 350 લોકોનું કરાયુ રેસ્કયુ 
  • 350 લોકોને રેસક્યુ કરી સલામત સ્થલે ખસેડયા 
  • આર્મીની બે ટુકડીની મદદ લેવાઈ 
  • નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવા સૂચના અપાઈ
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરી
  • બે આઇ.એ.એસ અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપી
  • વડોદરા શહેરના નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતરમાં તંત્રને સહયોગ આપવા નાગરિકોને અનુરોધ: CM
  • મુખ્યમંત્રીની વડોદરા શહેરની વરસાદી સ્થિતિ પર સતત ચાંપતી નજર 
  • પાદરા નગરમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ
  • નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
  • સ્ટેશન વિસ્તાર,ક્રિષ્ના રેસિડેન્સી, સાઈનગર, સંતરામ નગર જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા
  • પાદરામાં છેલ્લા 7 વાગ્યા સુધી પાંચ ઈંચ વરસાદ
  • વડોદરામાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ 
  • શાળા અને કોલેજોમાં રજાઓ આપાઇ 
  • વરસાદને કારણે કેટલીક ટ્રોને રદ્દ કરવામાં આવી 
  • વડોદરામાં અવિરત વરસાદના લીધે પશ્ચિમ રેલવેનો નિર્ણય
  • અમદાવાદથી 4 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા
  • ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, શાંતિ એક્સપ્રેસને ડાયવર્ટ કરાઈ
  • સોમનાથ-જબલપુર અને અમદાવાદ-પટણા એક્સપ્રેસ ડાયવર્ટ કરાઈ,
  • આણંદ-ડાકોર-ગોધરા થઈને રૂટ પર ચાલશે

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક કલાકોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે મધ્ય ગુજરાત અને વડોદરામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વડોદરા શહેર અને જીલ્લામાં આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગત 4 કલાકમાં રેકોર્ડ બ્રેક 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાઇ ગયા હતા.

નિચાણવાળા વિસ્તારોમાંથી દૂર થવા મુખ્યમંત્રીની અપીલ 

વડોદરામાં સતત વરસી રહેલા વરસાદને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમીક્ષા બેઠક યોજી હતી અને વડોદરા શહેરના લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી હતી. પાણીમાં ફસાયેલા લોકોને બચાવ માટે એનડીઆરએફની ટીમ પણ મોકલી દેવામાં આવી છે. વિશ્વાવામિત્રી નદીના જળસ્તર વધવાને કારણે નદીકિનારાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસીજવાની અપીલ કરવામાં આવી હતી. 

વડોદરા શહેર અને જીલ્લામાં ગત મોડી રાત્રીથી અત્યાર સુધીમાં 6 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. લાંબા સમય બાદ મેઘરાજાની મહેરબાનીથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પરંતુ, કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાને કારણે સ્કૂલે જતા બાળકો, અને નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

કેટલાક વિસ્તારોમાં વરસાદને પગલે વીજપુરવઠો ખોરવાઇ ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. જાહેર માર્ગ પર 4 ફૂટ જેટલા ભરાયા પાણી ભરાતા વાહનવ્યવહારને સીધી અસર પડી છે. રસ્તાઓ પર લોકોના વાહનો બંધ થઇ જવાની ઘટનાઓ સામે આવી હતી. વુડા પ્લાઝા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી હતી. વુડાના બે કોમ્પ્લેક્સની 100 જેટલી દુકાનોમાં પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકશાન થવાની ભીતી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news