ખરાબ હવામાનના કારણે 4 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા કરાઈ સ્થગિત, ભારે વરસાદની ચેતવણી

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ જવાના કારણે બુધવારે અમરનાથ યાત્રા અટકાવી દેવાઈ હતી. અત્યાર સુધી છેલ્લા 30 દિવસમાં લગભગ 3.30 લાખ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા કરી ચૂક્યા છે.
 

ખરાબ હવામાનના કારણે 4 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા કરાઈ સ્થગિત, ભારે વરસાદની ચેતવણી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી કેટલાક દિવસમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સ્થાનિક તંત્રએ ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા 4 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે. ભારે વરસાદના કારણે જમ્મુ અને શ્રીનગર વચ્ચે ભૂસ્ખલનની પણ સંભાવના છે. બાલતાલ અને પહેલગાંવમાં વરસાદના કારણે યાત્રાના બંને માર્ગો લપસણા બની ગયા છે. 

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ જવાના કારણે બુધવારે અમરનાથ યાત્રા અટકાવી દેવાઈ હતી. અત્યાર સુધી છેલ્લા 30 દિવસમાં લગભગ 3.30 લાખ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા કરી ચૂક્યા છે. પોલીસે જણાવ્યું કે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ જવાના કારણે ભગવતી નગર યાત્રી નિવાસથી શ્રદ્ધાળુઓને આગળ જવા દેવામાં આવ્યા નથી. 

Amarnath Yatra will remain suspended till August 4 due to inclement weather conditions

શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, એક જુલાઈથી યાત્રા શરૂ થઈ ગયા બાદ અત્યાર સુધી 3,31,770 શ્રદ્ધાળુઓ પવિત્ર શિવલિંગના દર્શન કરી ચૂક્યા છે. મંગળવારે પણ 10,360 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. આ વર્ષે અમરનાથ યાત્રા 17 જુલાઈના રોજ શરૂ થઈ હતી અને 45 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 15 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા સાથે પૂરી થશે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news