કોંગ્રેસ પાસે કોઇ વિકલ્પ નથી માટે 4 વર્ષ જુનો વીડિયો વાયરલ કર્યો: મોહન કુંડારિયા

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે લોકસભા સીટના ઉમેદવારો ગામડે ગામડે લોકોનો સંપર્ક કરી રહ્યા છે. પરંતુ રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને હાલ રાજકોટના પ્રવર્તમાન સાંસદને સવાલ પસંદ નહી હોવાનુ સામે આવ્યુ છે.

કોંગ્રેસ પાસે કોઇ વિકલ્પ નથી માટે 4 વર્ષ જુનો વીડિયો વાયરલ કર્યો: મોહન કુંડારિયા

રક્ષિત પંડ્યા/રાજકોટ: લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે લોકસભા સીટના ઉમેદવારો ગામડે ગામડે લોકોનો સંપર્ક કરી રહ્યા છે. પરંતુ રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને હાલ રાજકોટના પ્રવર્તમાન સાંસદને સવાલ પસંદ નહી હોવાનુ સામે આવ્યુ છે. 

હાલ સોશીયલ મિડીયામા એક વિડીયો વાઈરલ થયો છે. જેમા એક મતદાર સાંસદ મોહન કુંડારીયાને પાક વિમા મામલે રજુઆત કરે છે. આ સમયે સાંસદ પ્રત્યુતરમા જવાબદારી સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારની હોવાનુ કહે છે. જેથી આ અંગે રજુઆત ધારાસભ્ય અને સરકાર પાસે કરવાનુ કહે છે.

મહત્વનું છે,કે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા મોહન કુંડારિયાએ આ મામવે જણાવ્યું કે વાઇરલ થયેલ વિડીયો 4 વર્ષ પહેલાનો છે. તે વિડીયો કલાવડી ગામનો છે. કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ નથી માટે આવા જુના વીડિયો વાઇરલ કરવામાં આવી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news