BIG BREAKING: બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોનો આપઘાત; ટ્રેનની અડફેટે મોતને કર્યું વ્હાલું

પ્રાથમિક માહિતી મુજબ 22થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષો નિગાળા રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું છે. આ ઘટનાને પગલે રેલવે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

BIG BREAKING: બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોનો આપઘાત; ટ્રેનની અડફેટે મોતને કર્યું વ્હાલું

ઝી બ્યુરો/બોટાદ: બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર એક મોટી ઘટના બની છે. બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ 22થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષો નિગાળા રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું છે. આ ઘટનાને પગલે રેલવે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આશરે 22થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષોના મોત થયા છે. જેઓએ ભાવનગરથી ગાંધીગ્રામ 09216 ટ્રેનમાં આત્મહત્યા કરી મોત વ્હાલું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.

આ ઘટનાને પગલે બોટાદ રેલવેના અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. હાલમાં મૃતકો કોણ છે અને ક્યાંના રહેવાસી છે. તેમજ ક્યાં કારણોસર ટ્રેન આગળ પડતું મૂકીને મોત વ્હાલું કર્યું તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news