જેતપુર : વેપારીના આંખમાં ચટણી નાંખીને બે શખ્સોએ 700 ગ્રામ સોનું લૂંટી લીધું
વેપારી પાસેના થેલામાં 700 ગ્રામ સોનુ અને 2 લાખ રૂપિયા રોકડા હતા. ત્યારે જેતપુરમાં આટલી રકમના સોનાની લૂંટથી પોલીસ પણ દોડતી થઈ છે
Trending Photos
નરેશ ભાલિયા/જેતપુર :જેતપુરના સોની બજારમાં દિનદહાજે 35 લાખ સોનાની લૂંટનો બનાવ બન્યો છે. આ બનાવથી સોની બજારમાં ચારેતરફ ચર્ચા શરૂ થઈ છે. જેતપુરના નાના ચોક પાસે આ ઘટના બની છે. જે બે અજાણ્યા શખસ્ઓ વેપારીની આંખમાં ચટણી નાંખીને તેની પાસેથી 35 લાખનું સોનુ લૂંટી લીધું હતું. વેપારી પાસેના થેલામાં 700 ગ્રામ સોનુ અને 2 લાખ રૂપિયા રોકડા હતા. ત્યારે જેતપુરમાં આટલી રકમના સોનાની લૂંટથી પોલીસ પણ દોડતી થઈ છે.
આ પણ વાંચો : સુરતના પિતા-પુત્રના આ videoને અમિતાભ બચ્ચન પણ શેર કર્યા વગર ન રહી શક્યા
ચીમનભાઈ કારાભાઈ વેકરીયા નામના જેતપુરના હોલસેલના વેપારી સવારે 9.57 વાગ્યાની આસપાસ પોતાના થેલામાં સોનુ લઈને જઈ રહ્યા હતા. તેઓ સોની બજારમાં આવેલી શ્રી હરિ ગોલ્ડ જ્વેલરીની દુકાન તરફથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેઓ રમાકાંત માર્ગ પરથી મટવા શેરી તરફ પસાર થઈ રહ્યા હતા ત્યારે બે શખ્સો તેમની પાસે આવ્યા હતા. બંને શખ્સોએ તેમના પર ચટણી ઉડાવી હતી અને તેમના હાથમાં રહેલ થેલી ઝૂંટવીને જતા રહ્યા હતા.
આ પણ વાંચો : શિક્ષણ વિભાગના આદેશોને ઘોળીને પી ગઈ અમદાવાદની સ્કૂલો, 3 સ્કૂલોના વિવાદ સામે આવ્યા
આ વિશે ચીમનભાઈ વેંકરીયાએ જણાવ્યું કે, મારી થેલીમાં 700 ગ્રામ સોનું હતું. જે અંદાજે 35 લાખ જેટલું હતું. સાથે જ થેલીમાં 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ હતી. અંદાજે 35 લાખનું સોનુ અને 2 લાખ રૂપિયા રોકડ સહિતની લૂંટથી ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ, વેપારી ચીમન વેકરિયાના પગના ભાગે ઇજા પણ પહોંચી છે. તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સોની બજારમા આ બનાવથી જેતપુર પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને આસપાસના CCTV તપાસ્યા હતા.
આ પણ વાંચો : ‘બળાત્કારની ઘટનામાં સરકાર કંઈ ચલાવી નહિ લે, બનાસકાંઠા હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે