રાજકોટમાં કોરોના બન્યો ચિંતાનો વિષય, બે દિવસમાં કુલ 31 લોકોના મોત

કોરોના વાયરસના કહેરથી સમગ્ર ગુજરાતના લોકો પરેશાન છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી મોતનો આંક વધતો જતો હોય તેવું દેખાઇ રહ્યું છે. રાજકોમાં કોરોનાથી આજના દિવસે કુલ 17 લોકોના મોત થયા છે. જ્યારે આ આંક વધી પણ શકે છે. રાજકોટ શહેર અને જિલ્લા સહિત જામનગર, સુરેન્દ્ર નગર અને મોરબી જિલ્લાના દર્દીના મોક થયા છે. જ્યારે બે દિવસમાં કુલ 31 લોકોના મોત થયા છે.
રાજકોટમાં કોરોના બન્યો ચિંતાનો વિષય, બે દિવસમાં કુલ 31 લોકોના મોત

રક્ષિત પંડ્યા, રાજકોટ: કોરોના વાયરસના કહેરથી સમગ્ર ગુજરાતના લોકો પરેશાન છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી મોતનો આંક વધતો જતો હોય તેવું દેખાઇ રહ્યું છે. રાજકોમાં કોરોનાથી આજના દિવસે કુલ 17 લોકોના મોત થયા છે. જ્યારે આ આંક વધી પણ શકે છે. રાજકોટ શહેર અને જિલ્લા સહિત જામનગર, સુરેન્દ્ર નગર અને મોરબી જિલ્લાના દર્દીના મોક થયા છે. જ્યારે બે દિવસમાં કુલ 31 લોકોના મોત થયા છે.

રાજકોટમાં કોરોનાથી 17 દર્દીઓના મોત નીપજ્યાં છે. રાજકોટ સિવલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા કુલ 17 દર્દીઓના મોત થયા છે. રાજકોટ શહેર અને જિલ્લા સહિત અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના દર્દીના મોત થયા છે. રાજકોટ શહેરના 4 અને ગ્રામ્યના 2 દર્દીઓના મોત થયા છે. જ્યારે ગઇકાલે પણ કોરોનાથી 14 દર્દીઓના મોત થયા હતા. આ સાથે રાજકોટમાં કોરોનાને કારણે બે દિવસમાં કુલ 31 લોકોના મોત થયા છે. ત્યારે સતત વધતા જતા મૃત્યુ આંકને કારણે રાજકોટવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news