Sushant Singh Case: સુબ્રમણ્યમ સ્વામીએ વ્યક્ત કરી આશંકા, કહ્યું- સીબીઆઈ આ લોકોની કરે પૂછપરછ
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ વખતે સીબીઆઈ પાસે કૂપર હોસ્પિટલના ડોક્ટરોની પૂછપરછ કરવાને લઈને સોશિયલ મીડિયા પર માગ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો કેસ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સીબીઆઈના હાથમાં આવતા કેસે એક નવો વળાંક લઈ લીધો છે. હવે આ કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે. તો સુશાંત સિંહ મામલા પર લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તો ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એકવાર ફરી આ કેસને લઈને મોટો આરોપ લગાવ્યો છે.
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ વખતે સીબીઆઈ પાસે કૂપર હોસ્પિટલના ડોક્ટરોની પૂછપરછ કરવાને લઈને સોશિયલ મીડિયા પર માગ કરી છે. મહત્વનું છે કે સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ડો. આરસી કૂપર હોસ્પિટલના ડોક્ટરોની ટીમે કર્યો છે. સ્વામીએ ટ્વીટર કર કહ્યું, 'સીબીઆઈએ ડો. આર.સી. કૂપર મ્યુનિસિપલ હોસ્પિટલના તે પાંચ ડોક્ટરોની આકરી પૂછપરછ કરવી જોઈએ, જેણે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરને હોસ્પિટલ લઈ જવાના એમ્બ્યુલન્સ કર્મચારીઓ અનુસાર, સુશાંતના પગ ઘૂંટીથી વળી ગયેલો હતો (જેમ કે ભાંગી ગયો હોય) મામલાનો ઉકેલ આવશે નહીં.'
CBI will find it worthwhile to grill the Dr. R.C. Cooper Muncipal Hospital the five doctors who did the autopsy. According to the Ambulance staff that took SSR’s body to the hospital, SSR’s feet was twisted below his ankle (as if it was broken). Case is unravelling!!
— Subramanian Swamy (@Swamy39) August 10, 2020
મહત્વનું છે કે સુશાંતનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કૂપર હોસ્પિટલના 5 ડોક્ટરોની ટીમે તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર તેનું મોત ફાંસી લગાવવાથી શ્વાસ રુંધાતા થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિનેતાના મોતને સ્પષ્ટ રીતે આત્મહત્યાનો મામલો ગણાવવામાં આવ્યો હતો.
સુશાંતના પિતાની રિયા ચક્રવર્તી સાથે WhatsApp Chat વાઈરલ, થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
તમને જણાવી દઈએ કે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020ના પોતાના મુંબઈ વાળા ફ્લેટમાં ફાંસી લગાવીને સ્યુસાઇડ કરી લીધું હતું. મુંબઈ પોલીસ પ્રમાણે સુશાંત નવેમ્બર 2019થી ડિપ્રેશનમાં હતો અને મુંબઈમાં એક ડોક્ટર પાસે તેની સારવાર ચાલી રહી હતી. તો આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સહિત અન્ય લોકોની પૂછપરછ ચાલી રહી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે