મોતની પિકનિક : ઘરેથી આનંદ કિલ્લોલ સાથે નીકળેલા બાળકોને કાળ ભરખી ગયો, વડોદરામાં માતમ

શહેરની પાણી ગેટ વિસ્તારની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છાત્રો સાથેની એક બોટ તળાવમાં ડૂબી ગઈ છે. 23 છાત્રો અને 4 શિક્ષકો સાથેની આ બોટમાં 6થી 7 બાળકો હજુ પણ ગાયબ છે. 15થી વધુ બાળકાના મોત થયાના આશંકા છે તો 6થી 7 બાળકો સારવાર હેઠળ છે. 

મોતની પિકનિક : ઘરેથી આનંદ કિલ્લોલ સાથે નીકળેલા બાળકોને કાળ ભરખી ગયો, વડોદરામાં માતમ

ઝી બ્યુરો/વડોદરા: ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. શહેરની પાણી ગેટ વિસ્તારની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છાત્રો સાથેની એક બોટ તળાવમાં ડૂબી ગઈ છે. 23 છાત્રો અને 4 શિક્ષકો સાથેની આ બોટમાં 6થી 7 બાળકો હજુ પણ ગાયબ છે. 1 બાળકનું મોત થયું છે તો 6થી 7 બાળકો સારવાર હેઠળ છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે 2 શિક્ષકો સહિત 15 બાળકોના મોતની આશંકા સેવવામાં આવી છે. ઘરેથી આનંદ કિલ્લોલ સાથે નીકળેલા બાળકોને કાળ ભરખી ગયો છે. હાલમાં વડોદરામાં માતમ છવાઈ ગયો છે.

હાલમાં આ ભયાનક દુર્ઘટનાને પગલે વડોદરાનું તંત્ર હરણી તળાવને કિનારે છે. ફાયર બ્રિગેડના રિપોર્ટ અનુસાર 8 જેટલા છાત્રોને બહાર કઢાયા છે. પિકનિકમાં ગયેલા આ બાળકો સાથે ઘટેલી દુર્ઘટનાને પગલે સ્કૂલના સંચાલકો સામે સીધા સવાલો ઉભા થયા છે. બોટમાં બેસેલા છાત્રોમાંથી 11 બાળકો પાસે જ લાઈફ જેકેટ હતા. બાળકોને લાઈફ જેકેટ વિના કોને બેસાડવાની પરમિશન આપી એ સૌથી મોટો સવાલ છે. આ ઘટનામાં 15થી વધુ બાળકોના મોતની આશંકા છે અને આ આંકડો વધી શકે છે. 

દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.…

— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024

  • વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી
  • લાઈફ જેકેટ વગર છાત્રોને બોટમાં બેસાડાયા
  • 15થી વધુ છાત્રો બોટમાં હતા સવાર 
  • એડવેન્ચર ગ્રૂપના ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારી
  • સેફ્ટી જેકેટ વિના બાળકોને બોટમાં બસાડાયા
  • 15થી વધુ છાત્રનું ડૂબી જતાં મોતની આશંકા, 5ની શોધખોળ ચાલુ
  • બોટમાં કેપેસેટી કરતાં વધુ બાળકો બેસાડાયા
  • છાત્રોને લાઇફ જેકેટ કેમ ના પહેરાવાયા?
  • વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છાત્રો, પાણી ગેટ વિસ્તારમાં આવેલી છે સ્કૂલ

ગુજરાતના વડોદરામાં મોરબીવાળી થઈ છે. સ્કૂલના છાત્રોવાળી એક બોટ તળાવમાં પલટી મારી ગઈ છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હોવાથી દુર્ઘટના સર્જાયાનું સામે આવ્યું છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news