ગ્રુપ બુકિંગ કરો તો ST બસ સોસાયટીથી ગામડે સુધી લઈ જશે! સુરતથી 2200 એકસ્ટ્રા બસ ઉપડશે
આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. ‘એસ.ટી. આપના દ્વારે’ અંતર્ગત આજ સુધીમાં કુલ 202 બસોનુ બુકીંગ થઇ ચૂક્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનું પર્વની ઉજવણી માદરે વતન પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે કરી શકે એવા શુભ આશયથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સુરતથી આગામી 26થી 30 ઓક્ટોબર દરમ્યાન એક્સ્ટ્રા 2200 જેટલી એસ.ટી.બસો ઉપડશે.
આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. ‘એસ.ટી. આપના દ્વારે’ અંતર્ગત આજ સુધીમાં કુલ 202 બસોનુ બુકીંગ થઇ ચૂક્યું છે. જ્યારે 90 બસોનું ઓનલાઈન બુકીંગ થયું છે. આ બુકિંગ થકી આશરે 15,000 જેટલા મુસાફરોને માદરે વતનના ગામ સુધી પહોંચાડવામાં આવશે. હજુ પણ બુકીંગ શરૂ છે. સુરતથી સૌરાષ્ટ્ર(અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, ગારીયાધાર, રાજકોટ, જુનાગઢ, ઉના)ની બસો “સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ(ધારૂકા કોલેજ), વરાછા રોડથી ઉપડશે. પંચમહાલ (દાહોદ, ઝાલોદ,ગોધરા)ની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના કમ્પાઉન્ડથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે.
વધુમાં વધુ મુસાફરોએ એસ.ટી. નિગમની બસ સુવિધાનો લાભ લેવા સુરત વિભાગીય નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે.સુરત વિભાગીય નિયામક પી.વી.ગુર્જરએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે વધારે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં 290 થી વધુ બસનું બુકિંગ થઈ ચૂક્યું છે. જેનાથી 48 લાખ જેટલી એસટી વિભાગની કમાણી થઈ છે. દિવાળી નજીક આવતા આ બુકિંગમાં ખૂબ જ વધારો આવે તેવી શક્યતા છે. ગત વર્ષે જે લોકોએ 600 બસ નું બુકિંગ કર્યું હતું તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. અને પુરતો ટ્રાફિક મળતા એસટી નિગમને દિવાળી ફળી હતી.
દિવાળીના આગમન પહેલાથી દિવાળી સુધી સુરતથી ઝાલોદ, દાહોદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દોડાવાયેલી સ્પેશિયલ બસોએ સુરત એસટીની તિજોરી છલકાવી દીધી હતી. દિવાળી પહેલાંના પાંચ દિવસમાં સુરત એસટીએ 1737 ટ્રિપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના મુકામ સુધી પહોંચાડ્યા હતા. જેના થકી એસટીને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ વર્ષે આ રેકોર્ડ તૂટે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે
સુરતથી ઉપડતી દિવાળી એક્સ્ટ્રા બસોનું ભાડું:
Ø અમરેલી: રૂ.૪૦૫
Ø સાવરકુંડલા: રૂ.૪૩૦
Ø ભાવનગર: રૂ.૩૫૫
Ø મહુવા: રૂ.૪૧૦
Ø ગારીયાધાર: રૂ.૩૯૦
Ø રાજકોટ: રૂ.૩૯૦
Ø જુનાગઢ: રૂ.૪૪૦
Ø જામનગર: રૂ.૪૫૦
Ø ઉના: ૪૮૫
Ø અમદાવાદ: રૂ.૨૮૫
Ø ડીસા: રૂ.૩૯૦
Ø પાલનપુર: રૂ.૩૮૦
Ø દાહોદ:૩૧૦
Ø ઝાલોદ: રૂ.૩૧૫
Ø કવાંટ: રૂ.૩૭૦
Ø છોટાઉદેપુર: રૂ.૨૮૦
Ø લુણાવાડા: રૂ. ૨૮૫
Ø ઓલપાડથી ઝાલોદ: રૂ. ૩૨૫
Ø ઓલપાડથી દાહોદ: રૂ. ૩૨૦
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે