ચાણસ્મામાં હલ્લાબોલ, ખેતી માટે પાણી ન મળતા 22ગામના 1500 ખેડૂતોનો રેલી કરી વિરોધ
પાટણ જિલ્લાના નવ તાલુકાને સરકારે અછત ગ્રસ્ત જાહેર કર્યો છે. પરંતુ કેનાલમાં પાણી નહીં છોડતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
Trending Photos
પાટણ: પાટણ જિલ્લાના નવ તાલુકાને સરકારે અછત ગ્રસ્ત જાહેર કર્યો છે. પરંતુ કેનાલમાં પાણી નહીં છોડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેના વિરોધમાં ચાણસ્મા તાલુકાના 22 જેટલા ગામના ખેડૂતોએ પાણી મેળવવા બ્રહ્મણવાડા એકત્ર થયા હતા. અને રેલી યોજી ખોરસમ ગામ નજીક આવેલ નર્મદા કેનાલના પંપિંગ સ્ટેશન ખોલી પાણી મેળવવાનો પહોંચ્યા હતા.
ખેડૂતોએ કપડા કાઢીને વિરોધ કર્યો
આ પ્રકારનું રેલીનું આયોજન થાય તે પહેલા જ પોલીસ પણ પમ્પિંગ સ્ટેશને પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ છતાં ખેડૂતોએ પમ્પિંગ સ્ટેશનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. અને પમ્પિંગ સ્ટેશનનું શટર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે ખેડૂતોને અટકાવ્યા તો ખેડૂતોએ કપડાં કાઢી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
કેનાલનું પાણી ન આપાતા ખેડૂતોનો વિરોધ
ચાણસ્મા તાલુકામાં વરસાદ ન થતાં તમામ તળાવો ખાલીખમ છે. અને ચાણસ્મામાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. ત્યારે ચાણસ્માના 22 ગામના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. ખોરસમ કેનાલમાં પાણી ન છોડવાનો મુદ્દે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કેનાલના પમ્પિંગ સ્ટેશન પર 1500થી વધુ ખેડૂતો વિરોધ કરવા પહોચ્યા હતા. ખેડૂતોએ ચીમકી આપી છે કે, જો તેમને પાણી નહી મળે તો તેઓ કેનાલના વાલ્વ જાતે ખોલી વિરોધ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે