ind vs aus: વિરાટ પર દબાવ બનાવવા ઓસ્ટ્રેલિયાની પાસે પ્લાન A, B અને C

ટેસ્ટ સિરીઝ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વચ્ચે નિવેદનબાજી ચાલુ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટ્રૈવિસ હેડે વિરાટ કોહલીને કેટલિક મહત્વની વાત કહી છે. 
 

 ind vs aus: વિરાટ પર દબાવ બનાવવા ઓસ્ટ્રેલિયાની પાસે પ્લાન A, B અને C

એડિલેડઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટ્રૈવિસ હેડે કહ્યું કે, તે ટેસ્ટ સિરીઝમાં યજમાન ટીમના ફાસ્ટ બોલર અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ટક્કર રોમાંચક રહેશે. હેડે 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝને લઈને કહ્યું કે, ભારતીય કેપ્ટન પણ માણસ છે અને તેના પર દબાવ બનાવવો મુશ્કેલ નથી. તેવામાં વિરાટ પર દબાવ બનાવવા માટે ઓસ્ટ્રેલિયાની પાસે ત્રણ ધઆતક બોલર પ્લાન એ, બી અને સી તરીકે કામ કરતા જોઈ શકાય છે. 

હેડ એડિલેડ ઓવલ ટેસ્ટમાં મિડલ ઓર્ડરમાં ઓસ્ટ્રેલિયાનો ઉપયોગી બેટ્સમેન સાબિત થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને કહ્યું કે, તેને આશા છે કે ટીમના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેન કમિન્સ ભારતીય ટીમ અને તેના કેપ્ટન વિરાટ માટે મોટો ખતરો હશે. તેમણે કહ્યું, મને ખુશી છે કે વિરાટ વિરુદ્ધ મારે બોલિંગ કરવાની નથી. આશા છે કે, અમારી બોલિંગ ત્રિપુટી વિરાટ એન્ડ કંપની માટે મહત્વની સાબિત થઈ શકે છે. 

હેડે કહ્યું, અમારી ટીમ ભારતીય ખેલાડીઓ પર દબાવ બનાવી શકે છે. અમે પણ માણસ છીએ અને માણસ પર દબાવ બનાવી શકાય છે. અમે જાણીએ છીએ કે વિરાટ એક સારો ખેલાડી છે પરંતુ તે પણ માણસ છે અને અમારા બોલર તેના પર દબાવ બનાવી શકે છે. 24 વર્ષના દક્ષિણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે કહ્યું કે, જો તેને પ્રથમ ટેસ્ટમાં અંતિમ ઇલેવનમાં જગ્યા મળે છે તો તેનો પ્રયત્ન સ્થાનિક ગ્રાઉન્ડ પર સારૂ પ્રદર્શન કરીને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા પર હશે. 

તેણે કહ્યું, નવા બોલથી પિચ પર ફાયદો થશે. પરંતુ જેમ જેમ બોલ જૂનો થશે તો પિચ વધુ સારી થશે. આ રન સ્કોર કરવા માટે સારી વિકેટ છે. આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી વાર 2014-15માં સિરીઝની પ્રથમ ટેસ્ટ રમાઇ હતી. આ મેચમાં વિરાટ બંન્ને ઈનિંગમાં સદી ફટકારી હતી, જ્યારે નાથન લાયને 12 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 48 રને વિજય અપાવ્યો હતો. 

હેડે કહ્યું, આ વિકેટ પર ઓલરાઉન્ડર પ્રદર્શન કરી શકાય છે અને એડિલેડમાં સારો ઉછાળ મળી શકે છે. બેટિંગ અને બોલિંગ માટે આ સારી વિકેટ છે અને બંન્ને ટીમો વચ્ચે મોટી ટક્કર થશે. લાયન યજમાન ટીમના મુખ્ય સ્પિનરોમાંથી એક છે જ્યારે ભારતની નજર અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર ટકેલી હશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news