21 વર્ષ પહેલા પણ કંડલામાં ત્રાટક્યું હતું વાવાઝોડું, માનવીઓનાં મૃત્યુ આંકનો કોઇ હિસાબ નથી

સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ 21 વર્ષ પહેલાની આ ઘટના ભૂલ્યા તો નહીં જ હોય ત્યાં વાયુ વાવાઝોડાથી થનાર સંભવિત વિનાશની કલ્પનાએ જ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતાં. 1998માં આવેલા પ્રચંડ વાવાઝોડાએ હજારો લોકોનો ભોગ લીધો હતો, અને અબજો રૂપિયાનું નુકશાન કર્યું હતું.

21 વર્ષ પહેલા પણ કંડલામાં ત્રાટક્યું હતું વાવાઝોડું, માનવીઓનાં મૃત્યુ આંકનો કોઇ હિસાબ નથી

અમદાવાદ: ગુજરાતના માથેથી વાયુ વાવાઝોડાની આફત દૂર થતા લોકો હાશકારો અનુભવી રહ્યાં હશે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે તેની અસર જોવા મળી શકે છે. જો કે, સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ 21 વર્ષ પહેલાની આ ઘટના ભૂલ્યા તો નહીં જ હોય ત્યાં વાયુ વાવાઝોડાથી થનાર સંભવિત વિનાશની કલ્પનાએ જ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતાં. 1998માં આવેલા પ્રચંડ વાવાઝોડાએ હજારો લોકોનો ભોગ લીધો હતો, અને અબજો રૂપિયાનું નુકશાન કર્યું હતું. વાવાઝોડાની ઝપેટમાં પત્તાની જેમ ઉડીને દરિયામાં જીવતેજીવ સમાધી થઇ ગઇ હતી તેવા હજારો માનવીઓનાં મૃત્યુનો આજદીન સુધી કોઇ હિસાબ મળ્યો નથી.

અરબ સાગરના લક્ષદ્રીપ કિનારે 1 જૂન 1998ના રોજ લો પ્રેશર ઝડપથી વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયું હતું, ત્યારબાદ 4 જૂનના રોજ વધુ ભયાનક બનીને આગળ વધ્યું હતું. 7 જૂને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું. જોકે, 8 જૂનના રોજ હવામાન વિભાગે આ પ્રચંડ વાવાઝોડું વેરાવળ તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે વેરાવળ તરફ આગળ વધી રહેલા આ વાવાઝોડું ત્રાતકવાની સંભાવના હતી. પરંતુ અચાનક તેની દિશા બદલાઇ જતા તે 9 જૂનના રોજ પોરબંદર, જામનગર અને સૌથી વધુ કંડલાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ત્યારે કંડલામાં

1998ના જૂન મહિનાના પહેલા અઠવાડીયામાં કંડલા ઉપર ત્રાટકેલા આ પ્રચંડ વાવાઝોડાના પગલે માર્ગો તથા શેરીઓમાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા. ચારેબાજુએ મૃતદેહો રઝડતા જોવા મળ્યા હતા. જ્યારે વીજળીના થાંભલા ઉપર અબોલા જીવોની લાશો લટકતી હતી. કંડલા પોર્ટ પર ગોઠવેલી હજારો ટનની ક્રેનો ઝાડની ડાળીઓની જેમ વળી ગઇ હતી. જ્યારે જંગી જહાજો પણ તોફાની પવનોમાં ફંગોળાતા કિનારા સુધી ઢસડાયા હતા. તો બજી બાજુ વાવાઝોડાની અસર જામનગર સુધી પણ પહોંચી હતી. જામનગર શહેરમાં ભયાનક માનવસંહાર થયો હતો.

જામનગર શહેરના માર્ગો ગલીઓ, વગેરે જ્યાં જુઓ ત્યાં તબાહીના દૃશ્યો જોવા મળતાં હતાં. જેમાં 10 હજારથી વધુ ગરીબ શ્રમજીવીઓના મોત થયા હતા. જામનગરની સરકારી હોસ્પિટલમાં તે સમયે મૃતદેહના ઠગલાં ખડકાઇ ગયા હતા. ત્યારે કંડલાના વનાશકારી વાવાઝોડામાં તે સમયે માત્ર 1 હજાર લોકોના મોત થયા હોવાનું સરકારે જાહેર કર્યું હતું. જેના પગલે રાજકીય પક્ષોમાં ભારે વિવાદ ઊભો થયો હતો. સરકાર પોતાની જવબદારીથી છટકવા કંઇક છુપાવી રહ્યાં હોવાનો પણ વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વાવાઝોડાની ઝપેટમાં પત્તાની જેમ ઉડીને દરિયામાં જીવતેજીવ સમાધી થઇ ગઇ હતી તેવા હજારો માનવીઓનાં મૃત્યુનો કોઇ હિસાબ આજદીન સુધી મળ્યો નથી. આજે આ દુ:ખદ ઘટનાને બે દાયકા પસાર થઇ ગયા છે. ત્યારે આજે જેઓ આ કરુણાંતિકાના સાક્ષી રહ્યા હતા તેવા હયાત માનવીનું હૃદય કુદરતના આ વિનાશનું સ્મરણ કરતા હચમચી ઉઠે છે. ત્યારે આજે વાયુ વાવાઝોડાની દિશા બલદાઈ જતા લોકોએ હાશકારો અનુભવી રહ્યાં હશે. પરંતુ તેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news