અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે સજાનું એલાન, 49 દોષિતોને સ્પેશિયલ કોર્ટ સંભળાવશે સજા

વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ગત સપ્તાહે ચુકાદો આપ્યા બાદ હવે આજે સજાનું એલાન થશે. મહત્વનું છે કે 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ત્યારે, સજાનાં એલાન પર કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યા હતા. ત્યારે, હવે તમામને આજે સજા સંભળાવવામાં આવશે. 
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે સજાનું એલાન, 49 દોષિતોને સ્પેશિયલ કોર્ટ સંભળાવશે સજા

ઝી મીડિયા/બ્યૂરો :વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ગત સપ્તાહે ચુકાદો આપ્યા બાદ હવે આજે સજાનું એલાન થશે. મહત્વનું છે કે 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ત્યારે, સજાનાં એલાન પર કોર્ટ દ્વારા તમામ 49 દોષિતોનો પક્ષ સાંભળવામાં આવ્યા હતા. ત્યારે, હવે તમામને આજે સજા સંભળાવવામાં આવશે. 

26 જુલાઈ 2008... આ કાળમુખા દિવસને અમદાવાદના લોકો ક્યારેય ભૂલી નહીં શકે. કેમ કે આ દિવસે શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક... બે... નહીં પરંતુ 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે તમામ આરોપીઓને એક પછી એક ઝડપી લીધા હતા. તો કોર્ટે ચુકાદો જાહેર કરતાં 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા અને 28 આરોપીને છોડી મૂક્યા. અને હવે તે દિવસ નજીક આવી ગયો છે જ્યારે દોષિતોને સજાની જાહેરાત થશે અને પીડિત પરિવારને ન્યાય મળશે.

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટની ટાઈમ લાઇન
તારીખ 26 મી જુલાઈ વર્ષ 2008ના દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. સાંજે 6.30 વાગ્યા થી 8.10 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, નરોડા,સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ઇસનપુર, ખડીયા,નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિદ વાળી, રાયપુર ચકલા, સારંગપુર, બાપુનગર,  ઠક્કર બાપા નગર, સરખેજ સહિતના વિસ્તારો હતા. આ ઘટનામાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાતદિવસ કામે લાગી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, હિમાશૂ  શુક્લ, ઉષા રાડા, મુયર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની મહેનતથી 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં  77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની ડે ટુ ડે સુનવણી કરવામાં આવતા કોરોનાકાળમાં પણ સુનવણી થઈ હતી. 

કેસ વિશે ખાસ

  • કેસની સુનવણી દરમ્યાન 7 જેટલા જજ બદલાઈ ગયા
  • આ કેસમાં આરોપી અયાઝ સેયદ તાજનો સાક્ષી બન્યો અને તેની જુબાની કેસમાં મહત્વની રહી 
  • બ્લાસ્ટ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઈ છે, જ્યારે1237 સાક્ષીઓને સરકારે પડતા મુકયા છે
  • અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ 
  • દરેક આરોપીઓનું ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાંનું છે
  • આ કેસમાં 6000 પાનાં ના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે
  • આ કેસમાં બ્લાસ્ટના કાવતરના પુરાવા મળ્યા છે કોણે મુક્યો કઈ જગ્યાએ મૂક્યાં તેના પણ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ
  • આ કેસમાં બને પક્ષની દલીલો 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ
  • આ કેસમા 8 ફેબ્રુઆરીએ સ્પેશિયલ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો. જેમાં સ્પેશિયલ કોર્ટ 28 આરોપીઓને નિર્દોષ અને 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા 

આ દેશનો પ્રથમ કેસ છે જેમાં આતંકવાદી એક્ટ હેઠળ કલમો લગાવી 49 લોકોને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં લગાવવામાં આવેલી મહત્વની કલમો 302, 307, 120b, સહિત અનેક કલમોનો સમાવેશ થાય છે. આ તમામ કલમો હેઠળ મુત્યુ દંડ એટલે ફાંસી અને આજીવન કેદ ની સજાની જોગવાઈ છે. આજે આ મામલે સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલ દ્વારા 49 દોષિત આરોપીઓની સજા અંગે એલાન કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news