ઈતિહાસનો સૌથી મોટો ચુકાદો, અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

વર્ષ 2008માં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આખરે પીડિતોને ન્યાય મળ્યો છે. લાંબા સમયની ઈંતેજારી બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો દેશના ઈતિહાસમાં પહેલો એવો ચુકાદો બન્યો છે, જેમાં પહેલીવાર 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. તો 11 દોષિતોને આજીવન કેદની સજા ફટાકારાઈ છે. આરોપી નંબર 1 થી 18 ને ફાંસીની સજા ફટાકારાઈ છે. સાથે જ  મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે.

ઈતિહાસનો સૌથી મોટો ચુકાદો, અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

ઝી મીડિયા/બ્યૂરો :વર્ષ 2008માં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આખરે પીડિતોને ન્યાય મળ્યો છે. લાંબા સમયની ઈંતેજારી બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો દેશના ઈતિહાસમાં પહેલો એવો ચુકાદો બન્યો છે, જેમાં પહેલીવાર 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. તો 11 દોષિતોને આજીવન કેદની સજા ફટાકારાઈ છે. આરોપી નંબર 1 થી 18 ને ફાંસીની સજા ફટાકારાઈ છે. કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે આરોપી નંબર 7 ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ સાથે મૃતકોના પરિવારજનોને 1 લાખનું વળતર આપવાનું નક્કી થયું છે. ઇજાગ્રસ્તોને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.

આ ગુનેગારોને થશે ફાંસી
જાહિદ કુતુબુદ્દીન શેખ, ઈમરાન ઈબ્રાહીમ શેખ, ઈકબાલ કાસીમ શેખ, સમસુદ્દીન શાહબુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી, મોહંમદ આરીફ કાગઝી, મહંમદ ઉસ્માન અગરબત્તીવાલા, યુનુસ મહંમદ અન્સૂરી, કમરુદ્દીન મહંમદ નાગોરી, આમીલ પરવાઝ શેખ, સાબલી અબ્દુલ કરીમ મુસ્લિમ, સફદર હુસૈન નાગોરી, હાફીસ હુસૈન તાજુદ્દીન મુલ્લા, મોહંમદ ગુલામ ખ્વાજા મન્સૂરી, મુફ્તી અબ્બુબસર શેખ, જાહીદ કુતુબુદ્દીન શેખ, ઈમરાન ઈબ્રાહીમ શેખ, ઈકબાલ કાસીમ શેખ

સુનાવણી શરૂ 

  • સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ એક આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે. બીજુ એ કે, રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, અનેક લોકો ઈજા પામ્યા છે. એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. તેથી આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓને કોઈ રહેમ ના આપવી જોઈએ. 
  • તો બચાવ પક્ષના વકીલે દલીલ કરતા કહ્યુ કે, આરોપીઓને સુધારાનો અવકાશ છે. કોર્ટે સજા કરતા પહેલા આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાને લેવી જોઈએ. જેલ ડિસીપ્લીન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુત્તમ સજા માટે કોર્ટે એ ધ્યાને લેવી જોઈએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત અને મેડિકલ કન્ડિશન પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. આ રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી શકાય નહીં. આ પહેલા હત્યાઓ, તોફાનો અને બળાત્કારના કિસ્સાઓ પણ રેરેસ્ટ ઓફ રેર કેસ નહિ ગણીને ઘણી કોર્ટે ઓછી સજા કરી છે, કોર્ટે એ ધ્યાને લેવું જોઈએ. 

26 જુલાઈ 2008... આ કાળમુખા દિવસને અમદાવાદના લોકો ક્યારેય ભૂલી નહીં શકે. કેમ કે આ દિવસે શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક... બે... નહીં પરંતુ 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે તમામ આરોપીઓને એક પછી એક ઝડપી લીધા હતા. તો કોર્ટે ચુકાદો જાહેર કરતાં 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા અને 28 આરોપીને છોડી મૂક્યા. અને હવે તે દિવસ નજીક આવી ગયો છે જ્યારે દોષિતોને સજાની જાહેરાત થશે અને પીડિત પરિવારને ન્યાય મળશે.

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટની ટાઈમ લાઇન
તારીખ 26 મી જુલાઈ વર્ષ 2008ના દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. સાંજે 6.30 વાગ્યા થી 8.10 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ 20 સ્થળો પર 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, નરોડા,સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ઇસનપુર, ખડીયા,નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિદ વાળી, રાયપુર ચકલા, સારંગપુર, બાપુનગર,  ઠક્કર બાપા નગર, સરખેજ સહિતના વિસ્તારો હતા. આ ઘટનામાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ રાતદિવસ કામે લાગી હતી, જેમાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, હિમાશૂ  શુક્લ, ઉષા રાડા, મુયર ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની મહેનતથી 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં  77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની ડે ટુ ડે સુનવણી કરવામાં આવતા કોરોનાકાળમાં પણ સુનવણી થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news