ગુજરાતનો પહેલો બનાવ : પ્રલોભનો આપીને હિન્દુઓને ખ્રિસ્તી બનાવતા 2 પાદરી પકડાયા

 નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ દ્વારા ધર્માંતરણને લઈ ધરપકડ કરવામાં આવી છે, જે ગુજરાતનો પ્રથમ બનાવ બન્યો છે.
ગુજરાતનો પહેલો બનાવ : પ્રલોભનો આપીને હિન્દુઓને ખ્રિસ્તી બનાવતા 2 પાદરી પકડાયા

સ્નેહલ પટેલ/નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ દ્વારા ધર્માંતરણને લઈ ધરપકડ કરવામાં આવી છે, જે ગુજરાતનો પ્રથમ બનાવ બન્યો છે.

ગુજરાતમાં ધર્માંતરને લઈને ધરપકડનો પ્રથમ બનાવ બન્યો છે. જેને કારણે હવે ધર્માંતર કરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા હિન્દૂ હળપતિઓને ગેરકાયદે ધર્માન્તર કરવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા હતા. જેમાં ધાર્મિક અને સાંસારિક લાભો થશે એવા પ્રલોભનો આપીને ધર્માન્તરણ કરાતું હતું. આ બાબતને ધ્યાને લઈને નવસારીમાં 2 પાદરીઓની ધરપકડ કરવામાં આવી છે. જે ધર્માંતર મુદ્દે ગુજરાતની ધરપકડની પ્રથમ ઘટના છે તેવું બીલીમોરા સીપીઆઈ એમ.બી.રાઠોડે જણાવ્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news