છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં મેઘતારાજી; 15નાં મોત, 23,000થી વધુ લોકોનું સ્થળાંતર, 318નું રેસ્ક્યૂ

ગુજરાતમાં ઠેર-ઠેર રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. વરસાદે ત્રણ દિવસમાં 15 લોકોનો ભોગ લીધો છે. તો ગુજરાત અનેક જિલ્લામાં શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે જ્યાં છો ત્યાં જ રહો. બિનજરૂરી બહાર નિકળવાનું ટાળો.

છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં મેઘતારાજી; 15નાં મોત, 23,000થી વધુ લોકોનું સ્થળાંતર, 318નું રેસ્ક્યૂ

Gujarat Heavy To Heavy Rains: ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 102 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને ત્રણ દિવસમાં ભારે વરસાદના લીધે ફસાયેલા 318 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાલમાં પણ ગુજરાતભરમાં રેસ્ક્યૂની કામગીરી યથાવત છે. તો ભારે વરસાદના કારણે ગુજરાતમાં 15 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા તંત્ર એલર્ટ છે.

ગુજરાતમાં ઠેર-ઠેર રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. વરસાદે ત્રણ દિવસમાં 15 લોકોનો ભોગ લીધો છે. તો ગુજરાત અનેક જિલ્લામાં શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે જ્યાં છો ત્યાં જ રહો. બિનજરૂરી બહાર નિકળવાનું ટાળો. કેમ કે હજુ પણ બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૮૭૧ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ ૧,૬૯૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્ર ભુપેન્દ્ર પટેલે  રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત છે તે સંજોગોમાં નાગરિકો, પ્રજાજનોને પણ સાવચેતી-સલામતી રાખવા અનુરોધ કર્યો હતો. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરીએ અને સલામત સ્થળે સ્થળાંતરની જરૂરિયાતના સમયે જિલ્લાતંત્રનો સહયોગ કરીએ તે જાનમાલ સલામતી સુરક્ષાના આપણા જ હિતમા છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેમના કિસ્સામાં નિયમાનુસારની સહાય ચૂકવવાની કાર્યવાહી ત્વરાએ હાથ ધરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news