અમદાવાદમાં વધુ એક સગીરા પીંખાઈ, આ રીતે પાડોશીએ ઘરની અગાસી પર હવસ સંતોષી!

અમદાવાદના નારોલ વિસ્તારમાં પાડોશી શખ્સ દ્વારા બાર વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ નારોલ પોલીસના ચોપડે નોંધાયો છે. ગત તારીખ 22મી મેના રોજ આરોપી આરોપીના પાડોશમાં રહેતી સગીરાને તેની જ ઘરની અગાસી ઉપર લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદમાં વધુ એક સગીરા પીંખાઈ, આ રીતે પાડોશીએ ઘરની અગાસી પર હવસ સંતોષી!

ઉદય રંજન/અમદાવાદ: કહેવાય છે કે પાડોશી પહેલો સગો છે ત્યારે આ કહેવતને કાળી ટીલી લગાડતો કિસ્સો અમદાવાદના નારોલમાં સામે આવ્યો છે. પાડોશી શખ્સે 12 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં પાડોશી શખ્સ દ્વારા બાર વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ નારોલ પોલીસના ચોપડે નોંધાયો છે. ગત તારીખ 22મી મેના રોજ આરોપી આરોપીના પાડોશમાં રહેતી સગીરાને તેની જ ઘરની અગાસી ઉપર લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાએ આ બાબતે તેના પરિવારમાં કોઈને આ વાતની જાણ કરી ન હતી, પરંતુ ગુમસુમ રહેતી હતી. ત્યારે પરિવારે તેને કારણ પૂછતાં સગીરાએ સમગ્ર ઘટનાના બનાવની વાત ની જાણ કરી હતી. ત્યારે પરિવારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. 

પરિવારની ફરિયાદ બાદ નારોલ પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.ત્યારે પોલીસે રીક્ષા ચાલક આરોપી ની ધરપકડ કરી હતી ત્યારે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી આરોપી રીક્ષા ચલાવવાનું કામ કરે છે અને બે વર્ષ પહેલા આરોપી ની પત્નીનું અવસાન થયું હતું અને એકલવાયું જીવન જીવે છે ત્યારે નારોલ પોલીસે સાયન્ટિફિક અને મેડીકલી પુરાવા એકત્ર કરીને વધુ તપાસ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news