પ્રજાના પૈસે લહેર, વડોદરા કોર્પોરેશનમાં હોદ્દેદારો માટે 12 લાખના 12 iphone ખરીદાયા

વિવિધ રાજ્યના મહાનગરપાલિકા (Mahanagar Palika)ના અધિકારીઓ દ્વારા પર હંમેશા પ્રજાના રૂપિયાનો વેડફાટનો આક્ષેપ લાગતો રહ્યો છે. ગઈકાલે સુરત (Surat) માં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો માટે સાડા ચાર લાખના ચાર મોબાઇલ ફોનની ખરીદીને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે સુરત બાદ હવે વડોદરા (Vadodara) મહાનગરપાલિકાના અધિકારી અને હોદ્દેદારો માટે મોંઘાદાટ ફોન (Mobile) ખરીદાયા છે. વડોદરા મહાનગરપાલિકામાં 12 લાખમાં 12 મોબાઈલ ફોન ખરીદાયા છે.  
પ્રજાના પૈસે લહેર, વડોદરા કોર્પોરેશનમાં હોદ્દેદારો માટે 12 લાખના 12 iphone ખરીદાયા

રવિ અગ્રવાલ/વડોદરા :વિવિધ રાજ્યના મહાનગરપાલિકા (Mahanagar Palika)ના અધિકારીઓ દ્વારા પર હંમેશા પ્રજાના રૂપિયાનો વેડફાટનો આક્ષેપ લાગતો રહ્યો છે. ગઈકાલે સુરત (Surat) માં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો માટે સાડા ચાર લાખના ચાર મોબાઇલ ફોનની ખરીદીને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે સુરત બાદ હવે વડોદરા (Vadodara) મહાનગરપાલિકાના અધિકારી અને હોદ્દેદારો માટે મોંઘાદાટ ફોન (Mobile) ખરીદાયા છે. વડોદરા મહાનગરપાલિકામાં 12 લાખમાં 12 મોબાઈલ ફોન ખરીદાયા છે.  

અમદાવાદ : એકતરફી પ્રેમમાં પાગલ થઈને ઈશાનીની હત્યા કરનાર યુવક બાયડથી ઝડપાયો

વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અને વિપક્ષ નેતાઓ માટે મોબાઈલ ફોનની ખરીદી કરાઈ છે. જેનો આંકડો જ ચોંકાવનારો છે. મહાનગરપાલિકામાં એપલ કંપનીના એક લાખની કિંમતના 12 ફોન ખરીદાયા છે. એટલે કુલ કિંમત 12 લાખ. તો વિપક્ષ નેતા માટે 1.25 લાખની કિંમતનો ફોન ખરીદાયો છે. 

એક તરફ, વડોદરા કોર્પોરેશનની આર્થિક હાલત હાલ ડામાડોળ છે. પૂર બાદ શહેરની સ્થિતિ કંગાળ હાલતમાં છે. ઠેરઠેર ખાડાઓનું સામ્રાજ્ય, તો બીજી તરફ બીમારીઓએ માથુ ઉંચક્યું છે. આવામાં પાલિકા તંત્ર પ્રજાના રૂપિયાનુ પાણી કરી રહ્યું છે. લોકો તોતિંગ વેરો ભરે છે, છતાં નાગરિકોની પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. 

સુરતમાં મોબાઈલ વિવાદ 
ગઈકાલે સુરત મહાનગરપાલિકાના મેયર ડોક્ટર જગદીશ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન અનિલ ગોપલાણી અને ડેપ્યુટી મેયર નીરવ શાહ અને શાસક પક્ષના નેતા માટે પાલિકાના રૂપિયે દરેકને એક iphone ખરીદાયો છે. એક iphone મોબાઇલની કિંમત 1 લાખ 14 હજાર રૂપિયા થાય છે. તેવા ચાર મોબાઈલ જેની કુલ કિંમત સાડા ચાર લાખ થાય છે. આ અંગેની ખરીદી અંગેના બિલ એક આરટીઆઇ દ્વારા બહાર આવતા વિપક્ષ પણ ચોંકી ઉઠ્યું છે. 

ચોક્કસપણે આજના વહીવટી યુગમાં મોબાઈલ ફોનનો ઉપયોગ જરૂરી છે. પણ સવાલ એ ઉઠે છે કે એક લાખ 14 હજાર રૂપિયાનું એક ફોન વાપરવું જરૂરી છે. નગરપાલિકાના અધિકારીઓ પ્રજાના પૈસે લહેર કરી રહ્યાં છે. એક તરફ પાલિકાના અનેક વિકાસના કામો અટકેલા હોય છે, ત્યારે આ વેડફાટ અને ત્યાર બાદ જુના ફોનનો કઈ રીતે નિકાલ થાય છે તે અંગે પણ સવાલો પણ થાય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news