સુરતના વરાછામાં 11 સોસાયટીઓ ક્લસ્ટર જાહેર, 17000 જેટલા લોકો હોમ ક્વોરેન્ટાઈન
Trending Photos
ચેતન પટેલ, સુરત: સુરત મહાનગર પાલિકાએ અમદાવાદને પાછળ પાડી છે. સુરત મહાનગરપાલિકામાં કોરોનાના નવા 201 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 52 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 165 નવા કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 7 નવા કેસ નોંધાયા છે. ત્યારે સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને 11 સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરાઈ છે.
સુરતના વરાછામાં ઝોનની 11 સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરી છે. જેમાં 3826 ઘરોમાં 17000 જેટલા લોકો હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. સુરતના વરાછામાં વધતા જતા કેસને લઇને આ નિર્ણય લેવામાં આવ્યા છે. જ્યાં સુધી બીજો આદેશ નહીં આવે ત્યાં સુધી 11 સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરાઇ છે.
સુરતમાં આજે કોરોનાના 201 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજરોજ 4 કોરોના દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. સુરતના કતારગામમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે