વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી, સ્કૂલ ફીમાં 10 ટકા જેટલો કરાયો વધારો

વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. મહારાણી સ્કૂલ દ્વારા ફીમાં 10 ટકા જેટલો વધારો કરી દેવતા વાલીઓ રોષે ભરાયા છે. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણાધિકારીની કચેરીએ આવેદન આપી શાળા સંચાલકો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.
વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી, સ્કૂલ ફીમાં 10 ટકા જેટલો કરાયો વધારો

હાર્દિક દીક્ષિત, વડોદરા: વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. મહારાણી સ્કૂલ દ્વારા ફીમાં 10 ટકા જેટલો વધારો કરી દેવતા વાલીઓ રોષે ભરાયા છે. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણાધિકારીની કચેરીએ આવેદન આપી શાળા સંચાલકો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.

વડોદરામાં સ્કૂલોની મનમાનીનો સિલસિલો સમવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મહારાણી સ્કૂલના સંચાલકોએ સરકારના નિયમ વિરુદ્ધ જઈ ફીમાં 10 ટકાનો વધારો કરી દેતા રોષે ભરાયેલા વાલીઓ એ ડી.ઈ.ઓ કચેરી પાસે ન્યાયની ગુહાર લગાવી છે. 

હાલ શાળા બંધ હોવાના કારણે ઓનલાઈ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વાલીઓ એ જણાવ્યું હતું કે, શાળા દ્વારા ફક્ત બે જ પિરિયડ ભણાવવામાં આવે છે અને આઠ પિરિયડની ફી માંગવામાં આવે છે. જે વાલીઓને મંજુર નથી. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણાધિકારીની કચેરીએ આવેદન આપી શાળા સંચાલકો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news