‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજ્યના 10 જિલ્લાઓની શાળાઓમાં રજા રહેશે: CM રૂપાણી

રાજ્યમાં વાવાઝોડાના સંકટને લઇને વિજય રૂપાણીના આધ્યક્ષ સાથે મહત્વની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 13 થી 15 દરમ્યાન યોજનારો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં શાળાઓમાં રાજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજ્યના 10 જિલ્લાઓની શાળાઓમાં રજા રહેશે: CM રૂપાણી

હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યમાં વાવાઝોડાના સંકટને લઇને વિજય રૂપાણીના આધ્યક્ષ સાથે મહત્વની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 13 થી 15 દરમ્યાન યોજનારો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં શાળાઓમાં રાજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં યોજેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં એવી પણ અપીલ કરી કે, સૌરાષ્ટ્રના ખાસ કરીને સોમનાથ દ્વારકા પોરબંદર અને દરિયાકાંઠાના પ્રવાસન ધામોમાં રહેલા ટુરિસ્ટને આ વિસ્તારો છોડી દેવા તેમજ સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. આવા પ્રવાસીઓને જરૂર જણાયે ખાસ બસ માટે સંબંધિત જિલ્લાના એસ.ટી ડેપો મેનેજરનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. આવા પ્રવાસીઓની સલામતી અને અન્યત્ર ખસેડવાની સૂચનાઓ પણ જે તે જિલ્લા તંત્ર વાહકોને આપી દેવામાં આવી છે.

અમદાવાદમાં એક વ્યક્તિનો અનોખો ક્રિકેટ પ્રેમ, બનાવ્યો 0.880 મીલીગ્રામ સોનાનો વિશ્વ કપ

સૌરાષ્ટ્રના 10 જિલ્લા જ્યાં વાયુ વાવાઝોડાની સંભાવના છે. ત્યાં આ ત્રણ દિવસ શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ 10 જિલ્લામાં પોરબંદર ગીર સોમનાથ બોટાદ ભાવનગર  દ્વારકા જામનગર મોરબી જૂનાગઢ અમરેલી અને કચ્છનો સમાવેશ થાય છે. રાજ્યમાં સંભવિત વાયુ વાવાઝોડા સામે રાજ્ય સરકારની સજ્જતાની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય તેમણે કર્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની સંભાવના હોવાથી રાજ્ય સરકાર દ્વારા દરિયા કિનારાના શહેરો અને ગામડાઓમાં સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ એલર્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડે ત્યાં જામનગર હવાઈ દળના હેલિપેડનો ઉપયોગ પણ કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news