ગમે તેવા વરસાદમાં પણ આ રસ્તાને કઈ નહીં થાય! ગુજરાતમાં આ જગ્યાએ બની રહ્યો છે હાઈટેક રોડ

સુરતને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં હજી સ્વચ્છ શહેર તરીકે ખિતાબ જીતનાર સુરત શહેર પોલ ત્યારે ખુલી જાય છે જ્યારે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ બિસ્માર થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં અકસ્માત સહિત અન્ય દુર્ઘટનાઓ થતા હોય છે.

ગમે તેવા વરસાદમાં પણ આ રસ્તાને કઈ નહીં થાય! ગુજરાતમાં આ જગ્યાએ બની રહ્યો છે હાઈટેક રોડ

ચેતન પટેલ/સુરત: સ્માર્ટ સિટી સુરતમાં હવે સ્માર્ટ રસ્તાઓ બનાવવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર થઈ જતા હતા. હવે માઈક્રો સરફેસિંગ પદ્ધતિથી એક લાખ ચોરસ મીટર રોડ બનાવવામાં આવી રહ્યો છે. જે સુવિધાજનક છે તેની કોસ્ટિંગ 50 ટકા ઓછી હોય છે. 

સુરતને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં હજી સ્વચ્છ શહેર તરીકે ખિતાબ જીતનાર સુરત શહેર પોલ ત્યારે ખુલી જાય છે જ્યારે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ બિસ્માર થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં અકસ્માત સહિત અન્ય દુર્ઘટનાઓ થતા હોય છે સુરત શહેરના તમામ રોડની સ્થિતિ સારી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીથી જે પણ રસ્તાઓ તૈયાર થશે તે ઓછા ખર્ચે પણ થશે અને લોકો માટે સુવિધાજનક રહેશે અને વર્ષો સુધી આ ખામી ન સર્જાય તે માટેની તકેદારી હોય છે.

માઈક્રો સરફેસિંગ પદ્ધતિ માટે પાંચ રસ્તાના વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે. તે છે – રાંદેર, તાડવાડી થી ચોકસી વાડી રોડ, ઘોડ દોડ રોડ, આનંદ મહેલ રોડ, સુમુલ ડેરી રોડ અને ન્યુ ભટાર રોડ.માઈક્રો સરફેસિંગ પદ્ધતિમાં 6-7 મીમી સ્તરનો સમાવેશ થાય છે જેમાં ઠંડા ડામર, કપચી અને ખાસ રસાયણનું મિશ્રણ હોય છે. લેયરિંગના કામ માટે ખાસ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરને કારણે, રસ્તો પાણી સ્વીકારતો નથી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને દિલ્હીના વિવિધ રસ્તાઓ પર આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

આ ટેક્નિકમાં, ટ્રક-માઉન્ટેડ મશીન રોડને બિછાવે છે જે ટોચની સપાટી સુકાઈ ગયાના બે કલાકમાં ટ્રાફિક માટે ખોલી શકાય છે. 6 મીમી થી 10 મીમી સુધીની જાડાઈના ટોચના સ્તરને મેળવવા માટે, સિમેન્ટ, પાણી, કપચી અને પથ્થરની ધૂળ સાથે એક પ્રવાહી મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, મુખ્ય ભાગ પ્રવાહી મિશ્રણ અને સિમેન્ટ છે.આ મામલે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી સુરતમાં હવે અત્યાધુનિક ટેકનોલોજી થી સજ રોડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. માઈક્રો સરફેસિંગ પદ્ધતિથી અત્યાર સુધી સુરત શહેરમાં 97 કિમી રોડ તૈયાર છે. 

વર્ષ 2024-25માં 1 લાખ 24 મીટર રસ્તાને રી- સરફેસની પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે. આ નવી ટેકનોલોજી છે જેના કારણે ત્રણ થી પાંચ એમએમનું લેયર ક્રેબ કરીને માઈક્રો સરફેસિંગ કરવામાં આવે છે. જેના કારણે 50 થી 60 ટકા કિંમતમાં બચત પણ થાય છે. રસ્તાની ગુણવત્તા પણ સારી રહે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં બિસ્માર રોડની સ્થિતિથી રાહત મળી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news