Web Series: Women's Day પર આ વેબ સિરિઝ જોવાનું ચૂકતા નહી, પ્રતિભા અને પાવરનો જોવા મળશે પરચો

Women Oriented Web Series: OTT પ્લેટફોર્મ્સે ફિલ્મ અને વેબ સિરીઝ નિર્માતાઓને કંઈક નવું પ્રદર્શિત કરવાની ફરજ પાડી છે. જ્યારથી OTTનો યુગ આવ્યો છે, Netflix, Hotstar અને Amazon Prime જેવા પ્લેટફોર્મ્સ અમેઝિંગ કન્ટેન્ટ લઈને લાવ્યા છે. આના પર આવી વેબ સિરીઝ પણ ઉપલબ્ધ છે, જેમાં માત્ર મહિલાઓ પર જ ફોકસ કરવામાં આવે છે. 

Web Series: Women's Day પર આ વેબ સિરિઝ જોવાનું ચૂકતા નહી, પ્રતિભા અને પાવરનો જોવા મળશે પરચો

Women Oriented Web Series: OTT પ્લેટફોર્મ્સે ફિલ્મ અને વેબ સિરીઝ નિર્માતાઓને કંઈક નવું પ્રદર્શિત કરવાની ફરજ પાડી છે. જ્યારથી OTTનો યુગ આવ્યો છે, Netflix, Hotstar અને Amazon Prime જેવા પ્લેટફોર્મ્સ અમેઝિંગ કન્ટેન્ટ લઈને લાવ્યા છે. આના પર આવી વેબ સિરીઝ પણ ઉપલબ્ધ છે, જેમાં માત્ર મહિલાઓ પર જ ફોકસ કરવામાં આવે છે. નહિતર, એક સમય એવો હતો જ્યારે ફિલ્મોમાં મહિલાઓનો ઉપયોગ માત્ર શો પીસ માટે જ થતો હતો. સમય બદલાતા હવે સિનેમામાં  શો પીસ જેવી દેખાતી મહિલાઓ મુખ્ય ભૂમિકામાં દેખાવા લાગી. હવે પડદા પરની મહિલાઓ માત્ર એક અબલા નારી અથવા ગર્લફ્રેન્ડની ભૂમિકા જ નથી  ભજવટી પરંતુ બંદૂક પણ ચલાવે છે અને એક સાથે અનેક ગુંડાઓ સામે પણ લડે છે. જુઓ આ વેબ સિરીઝનું લિસ્ટ..

દિલ્હી ક્રાઇમ 
દિલ્હીના પ્રખ્યાત નિર્ભયા કેસ પર આધારિત આ વેબ સિરીઝ દિલ્હીની પૂર્વ ડીસીપી છાયા શર્મા પર આધારિત છે. આ વેબ સિરીઝમાં શેફાલી શાહે દિલ્હીની DCP વર્તિકા ચતુર્વેદીની ભૂમિકા ભજવી છે. જે પોતાની ટીમની મદદથી નિર્ભયા કેસના આરોપીને પકડી પાડે છે. સાત-એપિસોડની વાર્તા વર્તિકા ચતુર્વેદી તેના અંગત જીવન અને તેની નોકરીને સંતુલિત કરતી અનુસરે છે. 

No description available.

માઇ 
માઈમાં સાક્ષી તંવર એક ખડતલ અને મજબૂત માતાની ભૂમિકામાં છે. જે પોતાની દીકરીના મોતનો બદલો લે છે. આ વેબ સિરીઝમાં માતાના અનેક રૂપ બતાવવામાં આવ્યા છે. આ વેબ સિરીઝમાં સાક્ષીના પાત્રનું નામ શીલ છે, જેણે માતાની ધીરજ અને ઈચ્છાશક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

No description available.

આરણ્યક
અરણ્યકામાં રવિના ટંડન લીડ રોલમાં છે. આ વેબ સિરીઝમાં તેણે એક નીડર પોલીસ મહિલાની ભૂમિકા ભજવી હતી. આ સીરિઝમાં રવીનાના પાત્રનું નામ કસ્તુરી છે, જે એક મહિલા માતા અને પોલીસ ઓફિસર બંને જવાબદારીઓ નિભાવે છે. 

No description available.

ધ ફેમ ગેમ 
ધ ફેમ ગેમમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં છે. આ માધુરીની OTT ડેબ્યુ સિરીઝ હતી. આ સિરીઝમાં માધુરી દીક્ષિત અનામિકા નામની પ્રખ્યાત અભિનેત્રીના રોલમાં છે. જેમની ફિલ્મી લાઈફ શાનદાર છે, પરંતુ તેમનું અંગત જીવન તેનાથી બિલકુલ અલગ છે.

No description available.

બોમ્બે બેગમ
બોમ્બે બેગમ સંપૂર્ણપણે સ્ત્રીઓ પર આધારિત છે. આ વેબ સિરીઝ પાંચ મહિલાઓની વાર્તા દર્શાવે છે જેઓ તેમના સપનાઓને અલગ અલગ રીતે વણી લે છે. તમે આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news