અમેઝોન ઓરિઝનલ 'ફોર મોર શોટ્સ પ્લીઝ! બીજી સિઝન માટે તૈયાર!

પ્રીતીશ નંદી કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા નિર્મિત અને રંગિત પ્રીતીશ નંદી દ્વારા રચિત, ફોર મોર શોટ્સ! ની બીજી સિઝનમાં ચાર છોકરીઓ પ્રેમ, કેરિયર અને મિત્રતા વચ્ચે પોતાનો વિકલ્પ પસંદ કરતી જોવા મળશે. તેમની પસંદ એક એવી સ્થિતિ સર્જી દેશે જ્યાં તે પોતાને પ્રશ્નો પૂછવા પર મજબૂર થઇ જશે. 

અમેઝોન ઓરિઝનલ 'ફોર મોર શોટ્સ પ્લીઝ! બીજી સિઝન માટે તૈયાર!

મુંબઇ: પહેલી સિઝનની સાથે શાનદાર પ્રતિક્રિયા પ્રાપ્ત કર્યા બાદ, પ્રાઇમ વીડિયો હવે અમેઝોન ઓરિજનલ સિરીઝ ''ફોર મોર શોટ્સ પ્લીઝ!'' ની બીજી સિઝન રજૂ થવા માટે તૈયાર છે. સયાની ગુપ્તા, કીર્તિ કુલ્હારી, બાની જે, માનવી ગગરૂ, પ્રતીક બબ્બર, લિસા રે, મિલિંદ સોમન અને નીલ ભૂપલમ અભિનિત ફોર મોર શોટ્સ પ્લીઝ! ના બધા એપિસોડ ખૂબ પસંદ પડ્યા હતા. અમેઝોન ઓરિજનલ વેબ સિરિઝ ''ફોર મોર શોટ્સ પ્લીઝ!'' ની પહેલી સિઝનના થોડા મહિનામાં અમેઝોન પ્રાઇમ વીડિયોએ હવે બીજી સિઝનની જાહેરાત કરી દીધી છે. 

પ્રીતીશ નંદી કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા નિર્મિત અને રંગિત પ્રીતીશ નંદી દ્વારા રચિત, ફોર મોર શોટ્સ! ની બીજી સિઝનમાં ચાર છોકરીઓ પ્રેમ, કેરિયર અને મિત્રતા વચ્ચે પોતાનો વિકલ્પ પસંદ કરતી જોવા મળશે. તેમની પસંદ એક એવી સ્થિતિ સર્જી દેશે જ્યાં તે પોતાને પ્રશ્નો પૂછવા પર મજબૂર થઇ જશે પરંતુ અંતત: તે પોતાના જીવનને ફરીથી રિડિફાઇન કરવામાં સફળ થશે. આપની મહિલાઓ ભલે ગમે તેટલી પણ અનપેક્ષિત થઇ જાય, અને તેનાથી કોઇ ફરક પડતો નથી કે તે કયો માર્ગ પસંદ કરે છે, તે દરેક સ્થિતિને માત આપીને વધુ મજબૂત અને વધુ સશક્ત બનીને પોતાને સાબિત કરશે. 

અમેઝોન પ્રાઇમ વીડિયો ભારતના નિર્દેશક અને હેડ ઓફ કંટેંટ વિજય સુબ્રમણ્યમે કહ્યું ''ફોર મોર શોટ્સ પ્લીઝ!એ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરી લીધી હતી. શોને જોરદાર પ્રતિક્રિયા મળી અને તેને આધુનિક ભારતીય મહિલાઓને નવા અને બોલ્ડ અવતરા માટે વખાણવામાં આવી. અને હવે અમે જાહેરાત કરતાં રોમાચાંતિ અનુભવીએ છીએ કે દામિની, અંજના, ઉમંગ અને સિદ્ધિ, ફોર મોર શોટ્સની એક નવી અને આકર્ષક સીઝનની સાથે વાપસી કરી રહ્યા છે. 

પ્રીતીશ નંદી કોમ્યુનિકેશન્સના અધ્યક્ષ પ્રીતીશ નંદીએ કહ્યું કે ''અમ ફોર મોર શોટ્સની પહેલી સિઝનને મળેલી અદભૂત પ્રતિક્રિયાથી એકદમ ખુશ છીએ! આ શોના પુરૂષો અને મહિલાઓ બંને દ્વારા પસંદ કરવામાં આવી હતી કારણ કે તેમાં આ પ્રદર્શિત કરવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રેમ, મહાત્વાકાંક્ષા, સાહસ અને મિત્રતા પરિસ્થિઓની સૌથી કઠિન સ્થિતિમાં પણ જીવીત રહી શકે છે. સીરીઝની મુખ્ય ચાર યુવાન છોકરીઓ જે દક્ષિણ બોમ્બેની છે, એક જ સમયમાં બહાદુર અને નબળી છે, મહાત્વાકાંક્ષી અને ત્રુટિપૂર્ણ છે અને પોતાની મિત્રતાને યથાવત રાખતાં પોતાના ભવિષ્યને બનાવી રહી છે. તો બીજી તરફ બીજી સિઝનમાં ઘણા નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળશે. આ રમણીય છે. એડિક્ટિવ છે.''

દેવિકા ભગત દ્વારા લિખિત ''ફોર મોર શોટ્સ પ્લીઝ!'' ના ડાયલોગ ઇશિતા મોઇત્રા દ્વારા લિખિત છે. પ્રાઇમ ઓરિઝનલ સીરીઝમાં સયાની ગુપ્તા, કીર્તિ કુલ્હારી, બાની જે અને માનવી ગગરૂ સાથે પ્રતિક બબ્બર, લિસા રે, મિલિંદ સોમણ, નીલ ભૂપલમ, સિમોન સિંહ અને અમૃતા પુરી જેવા સ્ટાર કલાકાર જોવા મળશે. પોપ સાંસ્કૃતિક સંદર્ભો સાથે, ફોર મોર શોટ્સ પ્લીઝ!ની પહેલી સીઝન એક એવી કહાની છે જેને તમને આધુનિક મહિલાના મગજને સમજવા માટે જોવાની જરૂર છે. આ ચાર યુવાન મહિલાઓની રોમાંચક યાત્રાના માધ્યમથી પહેલી સીઝનના શાનદાર ફિનાલે બાદ બીજી સિઝનમાં તમને ઘણા વણઉકેલા જવાબ મળવા નક્કી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news